02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / અડધું કેરળ પુરના સકંજામાં : ૩૦ નાં મોત

અડધું કેરળ પુરના સકંજામાં : ૩૦ નાં મોત   13/08/2018

 
 
થિરુવનંતપુરમ
કેરળમાં પુરની Âસ્થતી ખુબ જ ગંભીર બનેલી છે. અડધાથી વધારે કેરળ હાલમાં પુરના સકંજામાં છે. પુરના પરિણામ સ્વરૂપે ૧૪ પૈકીના ૧૧ જિલ્લામાં હાલત કફોડી બનેલી છે. જુદી જુદી સંસ્થાઓ દ્વારા લોકોને રાહત કેમ્પોમાં પહોંચાડવામાં આવી રહ્યા છે. ઉત્તરીય જિલ્લાઓની હાલત ખૂબ કફોડી બનેલી છે. એનડીઆરએફની ટીમોની સાથે સાથે ભારતીય સેના અને હવાઈદળના જવાનો પણ મદદમાં લાગેલા છે. હવામાન વિભાગ દ્વારા અનેક જિલ્લાઓ માટે એલર્ટની જાહેરાત કરાઈ છે. જેમાં ઈડ્ડુકીમાં ૧૪ ઓગસ્ટ સુધી રેડ એલર્ટ અને વયાનડમાં ૧૫ ઓગસ્ટ સુધી ઓરેન્જ એલર્ટની જાહેરાત કરાઈ છે. કુન્નુરમાં ૧૩મી ઓગસ્ટ સુધી રેડ એલર્ટ અને ૧૫મી ઓગસ્ટ માટે ઓરેન્જ એલર્ટની જાહેરાત કરી છે. બીજી બાજુ કેરળના મુખ્યમંત્રી વિજયને આજે પુરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. પુરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યા હતા. હજારો લોકોને પોતાના ઘર છોડવાની ફરજ પડી છે. મુખ્યમંત્રીએ પુરના કારણે મૃત્યુ પામનાર લોકો માટે ચાર લાખ રૂપિયા અને ઘર અને જમીન ગુમાવી દેનાર લોકો માટે ૧૦ લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે. ઇડ્ડુકી બંધમાં પાણીની સપાટી ખૂબ વધારે વધી ગઈ છે. જેથી ૨૬ વર્ષ બાદ તેને ખોલવાની ફરજ પડી છે. ભારે વરસાદના પરિણામ સ્વરૂપે કાંજીકોડ અને વાલાયર વચ્ચે રેલવે ટ્રેકને પણ ભારે નુકસાન થયું છે. કોચી એરપોર્ટના ડુબી જવાની શંકા પણ દેખાઈ રહી છે.  ગંભીર પુરની Âસ્થતીના કારણે લોકોની હાલત કફોડી બનેલી છે. સતત ભારે વરસાદ અને પુરની Âસ્થતીના કારણે હવે ૫૪૦૦૦થી વધારે લોકો ઘરવગરના થયા છે. સાથે સાથે મોતનો આંકડો વધીને હવે ૩૦ ઉપર પહોંચી ગયો છે.

Tags :