02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Banaskantha / દિયોદર પાસે નર્મદા કેનાલમાં મહિલા અને બાળકની તરતી લાશ મળી આવતા ચકચાર

દિયોદર પાસે નર્મદા કેનાલમાં મહિલા અને બાળકની તરતી લાશ મળી આવતા ચકચાર   11/07/2019

બનાસકાંઠાની નર્મદા કેનાલોમાંથી મૃતદેહ મળવાનો સિલસિલો સતત આગળ ધપી રહ્યો છે. આજે દિયોદર તાલુકાના વડીયા નજીકની કેનાલમાંથી પણ અજાણી મહિલા અને બાળકની લાસ મળી આવતા અરેરાટી મચી ગઇ છે. વડિયા ગામ નજીકથી પસાર થતી નર્મદા યોજનાની મુખ્ય કેનાલમાં કોઈ અજાણી મહિલા અને બાળકની લાસ તરતી જોવા મળતા સ્થાનિક રહીશોએ દિયોદર પોલીસનું ધ્યાન દોર્યું હતું જેના પગલે દિયોદર પોલીસે ઘટનાસ્થળે દોડી જઇ સ્થાનિક લોકોની મદદથી બંને મૃતદેહોને  બહાર કાઢી દિયોદરની સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડયા હતા. જોકે આ બન્ને મૃતકોની ઓળખ થઈ નથી જેથી આ મહિલા અને બાળક કોણ છે અને કેનાલમાં તેમના મૃતદેહ  કયાંથી આવ્યા તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

Tags :