ડીસામાં ખોટા દસ્તાવેજથી બેંક સાથે ત્રણ કરોડની ઠગાઈ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ડીસા : ડીસામાં આવેલી બેન્ક ઓફ બરોડા શાખામાં જાબડીયા ગામના ત્રણ ઈસમોએ પોતાની જુદી જુદી મિલકતો બતાવી તેના ખોટા લેટરપેડ અને દસ્તાવેજો બનાવી બેન્ક પાસેથી બે કરોડ બાણું લાખની છેતરપિંડી આચરવા મામલે બેન્કના મેનજર દ્વારા ડીસા ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે. આ અંગેની પોલીસ પ્રાપ્ત વિગતો અનુસાર ડીસા તાલુકાના જાબડીયા ગામે રહેતા અમિતભાઇ મલાભાઈ દેસાઈ, ડાહ્યાભાઈ મલાભાઈ દેસાઈ અને મલાભાઈ માધાભાઈ દેસાઈ (તમામ રહે. જાબડીયા)એ ભેગા મળી તારીખ ૨૮/૧૧/૧૯ થી ૪/૩/૨૦ સુધીના સમયગાળા દરમિયાન ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિ  ડીસા સચાલિત યાર્ડમાં આવેલ શોપ ગોડાઉન, વિવિધ પ્લોટ તેમજ જાબડીયા ખાતેના પણ વિવિધ પ્લોટ સહિતની મિલકતો ઉપર બેન્ક ઓફ બરોડા શાખામાંથી ૨,૯૨,૦૦,૦૦૦ (અંકે રૂપિયા બે કરોડ બાણું લાખ)ની લોન મહાદેવ ટ્રેડર્સના પ્રોપરાઇટર અમિતભાઇ મલાભાઈ દેસાઈ, ડાયાભાઇ મલાભાઈ દેસાઈ અને મલાભાઈ માધાભાઈ દેસાઈએ બેન્કની તરફેણમાં ઉપરોક્ત મિલકતો અને બીજી અન્ય મિલકતો રજીસ્ટ્રાર મોરગેજ  સબ રજીસ્ટર કચેરીએ ડીડ નમ્બર ૪૩૬૪ તારીખ ૨૮/૭/૧૪ તથા માર્ગેઝ ડીડ નમ્બર ૪૪૭૧ તારીખ ૨૮/૭/૧૬ બેન્ક ઓફ બરોડાને કરી આપેલ તેમાં તેઓ સબ રજીસ્ટ્રાર કચેરીએ હાજર રહી સહી સિક્કા અને અંગુઠાના નિશાન કરી બેન્ક ઓફ બરોડાની તરફેણમાં ઉપરોક્ત મિલ્કત મોરગેજ કરી આપી ડીસા ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિના લેટરપેડ ઉપર સેક્રેટરીની ડુપ્લીકેટ સહીઓ કરી લેટરપેડ અને સિક્કાઓનો દસ્તાવેજી પૂરાવા તરીકે ખરા તરીકે ઉપયોગ કરી બેન્ક ઓફ બરોડા પાસેથી ૨,૯૨,૦૦,૦૦૦ જેટલી  રકમની  છેતરપિંડી આચરવા મામલે  બેન્ક ઓફ બરોડા  ડીસા શાખાના ચીફ મેનેજર ચંપાલાલ  બંસીલાલ જિંનગર  (મૂળ રહે. કાંકરોલો રાજસ્થાન ) એ ડીસા ઉત્તર પોલીસ મથકે આ મતલબની ફરિયાદ નોંધાવતા ઉત્તર પોલીસે આ મામલે એક જ પરિવારના ત્રણેય વિરુદ્ધ ઇ. પી. કો. કલમ ૪૦૬, ૪૨૦, ૪૬૫,૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૨૦ ( બી) અને ૧૧૪  મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.