પશુપાલક બહેનોને આર્થિક રીતે પગભર કરવાનો સંકલ્પ લીધો છે : શંકરભાઈ ચૌધરી

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ પાલનપુર : બનાસ ડેરી અને જી.સી.એમ.એમ.એફ.ના સંયુક્ત ઉપક્રમે રાધનપુર શીત કેન્દ્ર ખાતે રાધનપુર અને સાંતલપુર તાલુકાનો દૂધ દિન અને મહિલા જાગૃતિ કાર્યક્રમ બનાસ ડેરીના ચેરમેન  શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
ચેરમેનએ પશુપાલક બહેનોને આર્થિક રીતે પગભર કરવાનો સંકલ્પ લેતા જણાવ્યું હતું કે, જિલ્લાની બહેનો દૂધના વ્યવસાય થકી પોતાના પગ પર ઉભી થઈને આર્થિક સંપન્ન બને અને તે દ્વારા મહિલા સશક્તિકરણનું કામ થાય તે માટે બનાસડેરી કટિબદ્ધ છે. તેમણે ઉમેર્યું કે, દૂધની સાથે સાથે ગાય ભેંસના છાણમાંથી પણ આવક મળતી થાય તેવું આયોજન થઈ રહ્યું છે. દામા ખાતે ટૂંક જ સમયમાં ગોબરગેસ પ્લાન્ટ શરૂ થઇ રહ્યો છે જ્યાં સમગ્ર જિલ્લામાંથી ગોબર એકઠું કરીને તેનાં નાણા પણ દૂધની જેમ જ આપવામાં આવશે અને પશુપાલકોને દૂધની સાથે હવે ગોબરમાંથી પણ આવક મળતી થશે. આ પ્રસંગે તેમણે ગત વર્ષ કરતાં પણ સવાયો ભાવ વધારો આપવાની હૈયાધારણા આપી હતી. આવનારો સમય ઈ-કરન્સી નો હશે અને આપણો જિલ્લો તેમાં પહેલ કરશે તે દિશામાં કામ કરીને હવે વધુમાં વધુ પ્રમાણમાં બહેનોના ખાતા ખોલાવવા પર ભાર મૂકતાં તેમણે જણાવ્યું કે બહેનોએ પણ હવે સક્રિય રીતે દૂધના વ્યવસાયમાં ભાગીદાર બનવું પડશે અને આ બંને તાલુકાઓમાં મહત્તમ દૂધનું ઉત્પાદન થાય તે માટે બહેનોને અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે, અન્ય જિલ્લાઓની સરખામણીએ બનાસડેરી છેલ્લા ચાર વર્ષથી રોકેટ ગતિએ પ્રગતિ કરી રહી છે તેનો ખરો શ્રેય દ્રઢઈચ્છાશક્તિ ધરાવતા ચેરમેન શંકરભાઈને જાય છે. તેમણે જણાવ્યું કે, કોઈ મલ્ટિનેશનલ કંપનીના ગ્રોથની જેમ બનાસ ડેરીનો ગ્રોથ થઈ રહ્યો છે. સાથે સાથે ડેરીની સાથે પશુપાલકો પણ સમૃદ્ધ થાય તેવા માનવતાવાદી વિચારોથી શંકરભાઈ કામ કરી રહ્યા છે અને તેને પરિણામે બનાસ ડેરી ગુજરાત બહારના રાજ્યોમાં પણ તેની ક્ષિતિજો વધારી રહી છે. તેમણે ઉમેર્યુ કે શંકરભાઈએ તેમના મંત્રીપદના કાર્યકાળ દરમિયાન નર્મદાનું પાણી લાવીને આ વિસ્તારની કાયાપલટ કરી છે. પ્રદેશ ભાજપના મહામંત્રી કે.સી. પટેલે જણાવ્યું કે, શંકરભાઈ જેવા સબળ નેતૃત્વને કારણે બનાસડેરી છેલ્લા ચાર વર્ષમાં ખૂબ જ આગળ વધી છે. સાથે-સાથે જિલ્લાને ડેરી થકી મેડિકલ કોલેજ અપાવીને જિલ્લાનું પછાતપણાનું કલંક મિટાવવાનું કામ શંકરભાઈએ કર્યું છે. એટલું જ નહીં દૂધની સાથે અન્ય વ્યવસાયો અપનાવીને ખેડૂતોની આવક ડબલ કરવાનું કામ કરી રહ્યા છે. ગોપાલક વિકાસ બોર્ડના પૂર્વ ચેરમેન અરજણભાઇ રબારીએ જણાવ્યું કે, બનાસડેરી થકી મેડિકલ કોલેજ થતાં હવે ગરીબ પશુપાલકોના દીકરા – દીકરી પણ ડોક્ટર બની શકશે. આ પ્રસંગે પ્રગતિશીલ દૂધ ઉત્પાદક બહેનો ભારતીબેન ચૌધરી વડલાળા, સુરજબેન દેસાઈ સિનાડ, ફિરદોશબેન બલોચ અને રાધાબેન આયરે પોતાના પ્રતિભાવો રજૂ કરીને બનાસડેરીના પારદર્શક વહીવટની વાતો રજૂ કરી હતી. ડેરીના આસિસ્ટન્ટ મેનેજર શ્રી કરશનભાઈ ચૌધરી, છય્સ્  ડા હરિભાઈ પટેલ, છય્સ્ ડો. પ્રફુલભાઈ ભાણવડીયા અને ઇન્ચાર્જ એમ.ડી. શ્રી કામરાજભાઈ ચૌધરીએ પ્રેઝન્ટેશન દ્વારા બનાસ ડેરીની વિવિધ સેવાઓ અને પ્રગતિના આલેખ રજુ કર્યા હતા. આ પ્રસંગે પશુ દીઠ વધુ દૂધ ઉત્પાદન હરીફાઈમાં અગ્રેસર બહેનોને રોકડ ઇનામો, આઇ.એસ.ઓ. સર્ટિફાઇડ મંડળીઓને પણ આઈ.એસ.ઓ. પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા તેમજ રેડ ટેગ ડે અંતર્ગત મંડળીઓને સ્વચ્છતા રાખવા બદલ પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે વાઇસ ચેરમેન માવજીભાઈ દેસાઈ, ડિરેક્ટર અણદાભાઈ પટેલ, કરશનભાઈ ચૌધરી, દેહીબેન આયર, મુળજીભાઈ ચૌધરી સહિત સહકારી આગેવાન અમથાભાઈ ચૌધરી, કેશુભા પરમાર, ડા. દેવજીભાઈ પટેલ, અરજણભાઈ આયર, ગાંડાજી ઠાકોર, અજમલજી ઠાકોર, ભોજાભાઈ આહિર, હરિસિંહ વાઘેલા, કુંભાજી વાઘેલા, અયુબખાન મલેક, રસુલભાઈ મલેક, જીવણભાઈ આયર, રતિભાઈ સુથાર સહિત તાલુકાના ચેરમેનો, મંત્રીઓ અને વિશાળ સંખ્યામાં દૂધ ઉત્પાદક બહેનો ઉપસ્થિત રહી હતી.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.