T-૨૦ / ૪૫ બોલમાં ૪૮ રનની જરૂર હતી, ૭ વિકેટ હાથમાં હતી અને ન્યૂઝીલેન્ડ ૭ રને હાર્યું, ભારતે ૫-૦થી વ્હાઇટવોશ કર્યો

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ભારતે માઉન્ટ મૉનગાનુઈ ખાતેની અંતિમ T-૨૦માં ન્યૂઝીલેન્ડને ૭ રને હરાવી ૫-૦થી સીરિઝ પોતાના નામે કરી છે. આ સાથે ભારત ૫ T-૨૦ સીરીઝમાં ક્લીન સ્વીપ કરનાર પહેલો દેશ બન્યો છે. ૧૬૪ રનનો પીછો કરતા કિવિઝ ૨૦ ઓવરમાં ૯ વિકેટે ૧૫૬ રન કરી શક્યું હતું. રોસ ટેલર(૫૩) અને ટિમ સેઈફર્ટે(૫૦) ફિફટી મારી હતી, જોકે તેમનો પ્રયાસ ફિનિશિંગ લાઈન ક્રોસ કરાવવા પૂરતો નહોતો. શિવમ દુબેએ નાખેલી ૧૦મી ઓવરમાં ૩૪ રન ફટકાર્યા હતા. પ્રથમ ચાર બોલમાં સેઈફર્ટે ૬,૬,૪,૧ રન લીધા, જ્યારે પાંચમો બોલ નો-બોલ હતો જેમાં ટેલરે ફોર અને પછી બાકીના બંને બોલમાં સિક્સ ફટકારી હતી. જોકે તેમ છતાં તેમના આઉટ થયા બાદ ફરી એકવાર કિવિઝનો ધબડકો થયો હતો.
 
ભારતે ૩ વિકેટે ૧૬૩ રન કર્યા
ભારતે ન્યૂઝીલેન્ડ સામેની અંતિમ T-૨૦માં માઉન્ટ મૉનગાનુઈ ખાતે ૨૦ ઓવરમાં ૩ વિકેટે ૧૬૩ રન કર્યા છે. વિરાટ કોહલીની ગેરહાજરીમાં કપ્તાની કરી રહેલા રોહિત શર્માએ જવાબદારી સાથે બેટિંગ કરતા કરિયરની ૨૧મી ફિફટી મારી હતી. તેણે ૪૧ બોલમાં ૩ ફોર અને ૩ સિક્સની મદદથી ૬૦ રન કર્યા હતા. જોકે ત્યારબાદ ઇજાના લીધે રોહિત રિટાયર્ડ હર્ટ થયો હતો. તેણે લોકેશ રાહુલ સાથે ૮૮ રનની ભાગીદારી કરી હતી. રાહુલે ૩૩ બોલમાં ૪ ફોર અને ૨ સિક્સની મદદથી ૪૫ રનનું યોગદાન આપ્યું હતું. ન્યૂઝીલેન્ડ માટે સ્કોટ કુગલને ૨ અને બેનેટે ૧ વિકેટ લીધી હતી.
 
ભારતના કેપ્ટન રોહિત શર્માએ ન્યૂઝીલેન્ડ સામેની અંતિમ T-૨૦માં માઉન્ટ મૉનગાનુઈ ખાતે ટોસ જીતીને બેટિંગ લીધી છે. રોહિત શર્માએ ટોસ વખતે કહ્યું કે, "ટીમમાં માત્ર એક બદલાવ કરવામાં આવ્યો છે. હું વિરાટ કોહલીને રિપ્લેસ કરી રહ્યો છું. સંજુ સેમસન અને લોકેશ રાહુલ ઓપનિંગ કરશે, હું ત્રીજા ક્રમે બેટિંગ કરીશ." બીજી તરફ ન્યૂઝીલેન્ડે પોતાની પ્લેઈંગ ૧૧માં કોઈ ફેરફાર કર્યો નથી.
 
ભારત પાંચ મેચની સીરિઝમાં ૪-૦થી આગળ છે. ભારત આ મેચ જીતે તો ટી-૨૦માં પ્રથમવાર સતત ૮ મેચ જીતશે. સીરીઝ અગાઉ ભારતે શ્રીલંકા વિરુદ્ધ ૨ અને વિન્ડીઝ વિરુદ્ધ ૧ મેચ જીતી હતી. ટીમ ઈન્ડિયા પ્રથમવાર ૫ મેચોની દ્વિપક્ષીય ટી-૨૦ સીરીઝ રમી રહી છે. ટીમ જો આ મેચ જીતી જાય તો ૫+ મેચોની સીરીઝમાં ક્લિન સ્વિપ કરનાર વિશ્વની પ્રથમ ટીમ બની જશે.
 
મેદાન પર ન્યૂઝીલેન્ડે ૫માંથી ૪ મેચ જીતી
મેદાન પર ૫ ટી-૨૦ મેચ રમાઈ છે. તમામ મેચ પ્રથમ બેટિંગ કરનારી ટીમે જીતી છે. ન્યૂઝીલેન્ડે ૪ મેચ જીતી, ૧ હારી. ટીમ ઈન્ડિયા પ્રથમવાર અહીં ટી-૨૦ મેચ રમશે. મેદાન પર પ્રથમ ઈનિંગ્સનો એવરેજ સ્કોર ૧૯૯ રનનો છે.
 
ટીમ ઈન્ડિયાઃ લોકેશ રાહુલ, સંજુ સેમસન, રોહિત શર્મા (કેપ્ટન), શ્રેયસ અય્યર, મનીષ પાંડે, શિવમ દુબે, શાર્દુલ ઠાકુર, યુજવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, વોશિંગ્ટન સુંદર, નવદીપ સેની.
 
ન્યૂઝીલેન્ડ ટીમઃ માર્ટિન ગુપ્ટિલ, કોલિન મુનરો, રોસ ટેલર, ટોમ બ્રુસ, ડેરેલ મિશેલ, ટિમ સેઈફર્ટ, મિશેલ સેંટનર, સ્કોટ કુગલન, ટિમ સાઉથી (કેપ્ટન), ઈશ સોઢી, હેમિશ બેનેટ.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.