02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / 5 જ્વેલર્સને તેમની આંખોની સામે લગાવ્યો કરોડોનો ચૂનો, ગેંગની ખતરનાક રીતો જોઇ કોઇ ઝવેરી મોં ખોલવા નહોતો તૈયાર

5 જ્વેલર્સને તેમની આંખોની સામે લગાવ્યો કરોડોનો ચૂનો, ગેંગની ખતરનાક રીતો જોઇ કોઇ ઝવેરી મોં ખોલવા નહોતો તૈયાર   30/08/2018

બે મહિના પહેલા હાથીરામના ઓડા સ્થિત ધનેશ્વર જ્વેલર્સના માલિક અશ્વિની કુમાર સોનીને એસયુવીમાં આવેલા એક યુવક અને બે મહિલાઓએ નકલી બાજુબંધ ગિરવે મૂકીને તેમની પાસેથી બે લાખ રૂપિયાના અસલી ઘરેણા ઠગી લીધા હતા. હવે જાણ થઇ છે કે આ ગેંગ શહેરના 25થી વધુ જ્વેલર્સને પોતાનો શિકાર બનાવીને બે કરોડની ઠગાઈ કરી ચૂકી છે. એક પછી એક ઘણા પીડિતો સામે આવીને ગેંગ વિરુદ્ધ રિપોર્ટ નોંધાવી રહ્યા છે. સોમવારે આવા જ ચાર પીડિતોએ પોલીસ કમિશ્નર સાથે મુલાકાત કરીને તેમના વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી. પોલીસના જણાવ્યા પ્રમાણે, ગેંગમાં સામેલ મહિલાઓ જ્વેલર્સને એસસી-એસટી અને દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવવાની ધમકીઓ આપી રહી છે. આ જ કારણ છે કે ઘણા વેપારીઓ ખુલીને સામે નથી આવી શક્યા. જણાવવામાં આવી રહ્યું છે કે આ ગેંગ જોધપુર શહેર ઉપરાંત, લૂણી, તિંવરી તેમજ પીપાડ શહેર સહિત જિલ્લાના અન્ય ઘણા કસ્બાઓમાં પણ અનેક જ્વેલર્સને પોતાનો શિકાર બનાવી ચૂકી છે.
 
સાંગરિયા વિસ્તારમાં રહેતા શેરસિંહ રાજપુરોહિત અને તેમની સાથે કમલા તેમજ ગીતા ગઇ 26 જૂનની સાંજે લગભગ સાડા ચાર વાગે સ્કોર્પિયો લઇને હાથીરામના ઓડા વિસ્તારમાં ધનેશ્વર જ્વેલર્સ પર પહોંચ્યા.
 
ત્રણેયે જ્વેલર અશ્વિની સોની પાસેથી ઘરેણા ખરીદવાની વાત કરી અને નેકલેસ, બાલા જોડી, મંગળસૂત્ર, કાનની કડી, નાકની એક ચૂંક અને એક વાળી સહિત 65.310 ગ્રામ સોનાની જ્વેલરી પસંદ કરી. તેનું કુલ 2,08,341 રૂપિયાનું બિલ બન્યું. 
આ દરમિયાન બંને ચાલાક લોકોએ પોતાના ઘરમાં લગ્ન હોવાની વાત કરીને કહ્યું કે તેમની પાસે 8-10 દિવસમાં રૂપિયા આવી જશે, ત્યારે ચૂકવણી કરશે. ત્યાં સુધી એક હાથનું બાજુબંધ અને એક બુટ્ટીની જોડ ગિરવે રાખવા અને સાથે 20 હજાર રૂપિયા રોકડા આપવાની વાત કરી. 
પોતાની મીઠી-મીઠી વાતોમાં જ્વેલર્સને ફસાવીને ત્રણેય ચોર 1,88,341 રૂપિયાનું પેમેન્ટ બાકી રાખીને જ્વેલરી લઇને જતા રહ્યા. 15 દિવસ પછી પણ શેરસિંહ ચૂકવણી કરવા અને ગિરવે રાખેલો બાજુબંધ છોડાવવા આવ્યો નહીં તો જ્વેલર્સને તેના પર શંકા પડી.
 
જ્વેલર રાજેશ કશ્યપ, ગજેન્દ્ર સહિત અન્ય લોકોએ જણાવ્યું કે ગેંગમાં સામેલ કમલા અને ગીતા પોતે અસલી સોનાના આશરે એક કિલો વજનના ઘરેણા પહેરે છે. ઘટના દરમિયાન પણ તેઓ ઘણી મોંઘી જ્વેલરી પહેરીને આવતી હતી અને તેમને જોઇને કોઇપણ જ્વેલરને તેમના પર શંકા જતી ન હતી. આ ત્રણેય વાતો પણ એવી રીતે કરે છે, જેનાથી લોકોને તેમના પર કોઇ શંકા ન જાય.
 
શહેરના પીડિત જ્વેલર્સમાંથી એક ગજેન્દ્ર સોનીએ જણાવ્યું કે શેરસિંહ અને તેની ગેંગે જ્યાં પણ બાજુબંધ ગિરવે મૂક્યું છે, તે કોઇ સોની પાસે તેને બનાવડાવ્યું છે, જેને આમાં મહારથ હાંસલ છે.
 
આ જ કારણ છે કે મશીનથી તપાસ કર્યા પછી પણ તે નકલી હોવાનું પકડમાં આવતું નથી. સોનાની અતિશય પાતળી પરત અને તેની નીચે કાચની પત્તીઓ નાખીને પછી ચિપડી ભરવી એ દરેકના વશની વાત નથી. 15થી 20 તોલા વજનવાળા આ બાજુબંધને તોડ્યા પછી એક તોલો સોનુ પણ નથી નીકળતું.

Tags :