હવે બંધ'નું ભુત મહેસાણા, વિસનગર, પ્રાંતીજથી વાયા હિંમતનગર પહોંચ્યુ...

ઉત્તર ગુજરાતમાં સૌ પ્રથમ મહેસાણામા ‘હવે બંધ’ ના જાહેર લખાણો જોવા મળતા અનેક ચર્ચાઓ જાગી હતી.. લોકો આ વિષય શું છે ?  તે જાણવા  આતુર છે, પરંતુ આ અંગે કોઈ પોલિટિકલ પાર્ટી ખુલાસો આપી રહી નથી. પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી રહી છે. પરંતુ આમ પ્રજા ભયભીત થઈ રહી છે. જો બંધ થશે તો' ધંધા રોજગાર નુ શુ..? મહેસાણા શહેરમા સૌ પ્રથમ ‘હવે બંધ’ના લખાણ જોવા મળ્યા હતા. જાહેર સ્થળો પરના લખાણ મુદ્દે અનેકો સવાલ પ્રજામાં ઉભા થતા, ઉત્તર ગુજરાતના કેટલાક પોલીસ સ્ટેશનમા આ અંગે ફરિયાદ નોંધાઈ છે. પરંતુ આખા શહેરમાં જાહેર માર્ગો ઉપર આવા લખાણ લખનાર સુધી પોલીસ હજુ પહોંચી શકી નથી. આથી તંત્રના આંખ આડેજ આવા ધંધા થતા હોય તેવુ સ્પષ્ટ પણે દેખાઇ રહ્યુ છે. આ રાજકીય થપ્પાની રમતમા પોલીસ પણ સાથ આપી રહી હોય તેવું લોક મુખે સંભળાઈ રહ્યુ છે. આમતો આ રાજકીય રીતનો પ્રયોગ ૨૦૧૭ માં થયો હતો, પરંતુ એ વખતે પબ્લિક રિસ્પોન્સ ના મળતા ફરીથી આ પ્રયોગ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે..

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.