ગાંધીનગરમાં આંદોલનકારીઓને સમર્થન આપવા ગયેલા હાર્દિક પટેલનો હૂરિયો બોલાવાયો

બિન સચિવાલયની પરીક્ષા રદ કરવાના મુદ્દે ગઇકાલ સવારથી ગાંધીનગરમાં આંદોલન કરી રહેલા પરીક્ષાર્થીઓને મળવા માટે કોંર્ગેસના યુવા નેતા હાર્દિક પટેલ અને અમિત ચાવડા પહોંચ્યા હતા. જોકે આંદોલન કરી રહેલા પરીક્ષાર્થીઓએ હાર્દિક પટેલનો હુરિયો બોલાવ્યો હતો અને "હાર્દિક ગો બેક"ના નારા લગાવ્યા હતા. આ કારણે હાર્દિક ઘડીભર અત્યંત શરમજનક સ્થિતિમાં મૂકાઈ ગયો હતો.
 
એક સમયે હાર્દિક પટેલે એમપણ કહ્યું હતું કે હું કોઇ રાજકીય પાર્ટી તરફથી નહીં પરંતુ અંગત રીતે મળવા આવ્યો છું પરંતુ આંદોલનકારીઓ તેની એકપણ વાત માનવા તૈયાર ન હતા. પરીક્ષાર્થીઓના આંદોલનમાં હવે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજા પણ જોડાયા છે. પરીક્ષાર્થીઓને સમર્થન કરવા તેઓ ગાંધીનગર પહોંચ્યા છે. આમ, ગઈકાલે આખો દિવસ કોઈ મોટા રાજકીય નેતા ફરક્યા નહોતા પરંતુ બીજા દિવસે આંદોલન પર અડગ રહેલા પરીક્ષાર્થીઓના સમર્થનમાં અગ્રણીઓએ ગાંધીનગર તરફ દોડ મૂકી છે.
 
રાજકીય હાંસિયામાં ધકેલાઈ ગયેલા હાર્દિક પટેલ પણ ગુરુવારે સવારે ગાંધીનગર બિનસચિવાલય પરીક્ષાર્થીઓના આંદોલનને "ટેકો" આપવા પહોંચી ગયા હતા. જો કે, પોતે કોંગ્રેસમાં હોવાને કારણે આ આંદોલનને ટેકો આપવા આવ્યા છે તેવો પત્રકારોએ સવાલ કરતા હાર્દિક બે ઘડી ખિજાઈ ગયા હતા. તેમણે કહ્યું હતું કે, વિદ્યાર્થીઓની તાકાત જ સર્વો પરી છે. અલબત્ત આ અંગે નિવેદન આપવામાં હાર્દિકે ફરી બાફ્યું હતું અને બે ઘડી તેઓ ભૂલી ગયા હતા કે તે કોંગ્રેસમાં છે. આ કારણે જ હાર્દિક બોલી ઉઠ્યા હતા કે, ઈન્દિરા ગાંધી જેવા પાવરફુલ નેતાએ પણ વિદ્યાર્થીઓના આંદોલન સામે ઝૂકવું પડ્યું હતું.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.