02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Banaskantha / વાવના ચૂવા ગામે વરસાદી પાણી હજુ ઓસર્યા નથી

વાવના ચૂવા ગામે વરસાદી પાણી હજુ ઓસર્યા નથી   18/09/2019

 તા.૧૬ સપ્ટેમ્બર ર૦૧૯ થી સતાવાર રીતે ચોમાસે વિદાય લીધી છે. તેમ છતાં અષાઢ માસમાં આવેલા અતિ ભારે ૧૦ ઈંચ વરસાદથી ચૂવા ગામે પાણીનો ધસમસતો પ્રવાહ ચાલુ થઈ ગયો હતો જેને આજે ૩ માસ પૂર્ણ થવા છતાં ચૂવા ગામેહજુ સુધી વરસાદી પાણી ઓસર્યા નથી. 
જેથી કરીને ગામ લોકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે. જે સંદર્ભ ચૂવા ગામના સરપંચ ખેમજીભાઈ ચૌધરી તાલુકા કક્ષાએ ચૂવા ગામે સદાય માટે ચોમાસુ પાણીનો નિકાલ કરવા અંગે રજૂઆતો કરી હતી ત્યારે વાવ તા.પં. પ્રમુખ  કાનજીભાઈ  રાજપૂતે મનરેગા યોજના હેઠળ ૮૦-ર૦ના રેચીયા અંતર્ગત ચૂવા ગામે પાણીનો નિકાલ કરવા માટે જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છેકે છેલ્લા ૩ માસથી ચૂવા ગામમાં અને ખેતરોમાં પાણીનો પ્રવાહ ચાલુ હોઈ મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. ત્યારે આરોગ્યતંત્ર આ બાબતની ગંભીર નોંધ  લઈ ચૂવા ગામની મુલાકાત લઈ ટેબલેટ ગોળી લોહીના નમૂના લે તેમજ મચ્છરદાનીઓનું વિતરણ કરે તે જરૂરી છે.

Tags :