એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતનાર સેપક ટકરાની ટીમના સ્વાગત માટે કોઇ ના આવ્યું, બસ ખરાબ થતા ખેલાડીઓએ જાતે માર્યા ધક્કા

એશિયન ગેમ્સમાં સેપક ટકરા રમતમાં ભારતીય ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ ટીમ ભારત પરત ફરી હતી. જોકે, તેમના સ્વાગત માટે દિલ્હી એરપોર્ટ પર દિલ્હી સરકાર અથવા એસોશિએશનના કોઇ જ અધિકારી જોવા મળ્યા નહતા.રસ્તામાં આ ટીમની બસ ખરાબ થતા ખેલાડીઓએ જાતે ધક્કા મારવાનો વારો આવ્યો હતો.
 
સેપક ટકરા ટીમમાં 12 ખેલાડીઓમાં 3 મણિપુર અને 4 દિલ્હીના હતા, તેમાંથી 10 ખેલાડીઓ સીમા સુરક્ષા દળમાં છે.જોકે, સુરક્ષા દળના અધિકારીઓ ટીમનું સ્વાગત કરવા માટે એરપોર્ટ પર હાજર રહ્યાં હતા. આ ઘટના અંગે દિલ્હી એજ્યુકેશન વિભાગમાં રમત વિભાગના ડાયરેક્ટર આશા અગ્રવાલે કહ્યું કે ખેલાડીઓના આવવા અને જવાનો કાર્યક્રમ IOA પાસે જ હોય છે. અમારી પાસે કોઇ જાણકારી જ નહતી. એટલા માટે રમત વિભાગમાંથી કોઇ અધિકારી એરપોર્ટ પર સ્વાગત માટે ગયા નહતા.
 
સેપક ટકરા ટીમમાં ચાર ખેલાડીઓ હરીશ, સંદીપ, ધીરજ અને લલીતના પરિવારની આર્થિક પરિસ્થિતિ સારી નથી. આ ચારેય ખેલાડીઓના પિતા રીક્ષા ચલાવે છે. હરીશ ચાની દુકાન ચલાવે છે. એટલા માટે આ ચારેય ખેલાડીઓ જે સોસાયટીમાં રહે છે તે તમામ પરિવારોએ ભેગા થઇને મીની બસ ભાડે કરવાનો ખર્ચો કાઢ્યો હતો.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.