ડીસાની જૈન પેઢીના મુનીમ સાથે છેતરપિંડી

બનાસકાંઠાનું વેપારી મથક ડીસા ડી એટલે કે ડુપ્લીકેટ નકલી ચીજ વસ્તુઓ માટે કુખ્યાત છે ત્યારે છેલ્લા કેટલાક સમયથી ભેજા બાજ ટોળકી પણ મંદી વચ્ચે આબાદ દાવ અજમાવી જાય છે તેમની છેતરપિંડીનો ભોગ નાના અને નિર્દોષ લોકો બને છે ત્યારે ડીસાની જૈન પેઢી ઉપર આવી ચડેલા બે હિન્દી ભાષી શખ્સોએ મુનિમજીને વાતોમાં ઉલઝાવી દીધા હતા અને તેમની નજર ચૂકવી 20000 રૂપિયા સેરવી લઈને પલાયન થઇ ગયા હતા જેની જાણ થતા હામફલા ફામફળા બનેલા મુનિમને ભર શિયાળે પરસેવો વળી ગયો હતો જો કે બન્ને ભેજાં બાજ પેઢીમાં લગાવેલા સીસી કેમેરામાં કેદ થઇ ગયા છે દોડી આવેલા જૈન આગેવાનો એ ઘટતી કાર્યવાહી હાથ ધરી છે બનાવના પગલે શહેરમાં ફફડાટ ફેલાયો છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.