થરાદ પોલીસે નારોલીથી પીછો કરી દારૂ ભરેલી હોન્ડાસીટી કાર ઝડપી

થરાદ : થરાદ વિસ્તારમાં પ્રોહીબેશનના પેટ્રોલિંગમાં રહેલા કર્મચારીઓ દશરથભાઇ હિરાભાઇ, મોઘજીભાઇ વાલજીભાઇ, કરશનભાઇ ધનાભાઇ ફરતા ફરતા નારોલી ગામની સીમમાં આવતાં તેમને રાજસ્થાન તરફથી આવી રહેલી એક સફેદ કલરની હોન્ડાસીટી કાર એમએચ ૦ર એનએ ૬૭ર૪ નંબરની શંકાસ્પદ જણાઇ હતી.જેને પોલીસે તેને રોકાવવાનો પ્રયાસ કરતાં જીપના ચાલકે પોતાની ગાડી પુરઝડપે પીલુડા બાજુ ભગાડી દીધી હતી. આથી પોલીસે તેનો ફિલ્મી ઢબે ખાનગી વાહન સાથે પીછો કરી પીલુડા હાઇવે નાકાબંધી કરાવતાં ચાલક કાર રોડ પર મુકી બાવળોની ઝાડીમાં નાસી છુટ્યો હતો. તેની પોલીસે પાછળ દોડી શોધખોળ કરવા છતાં પણ હાથમાં આવ્યો ન હતો. બીજીબાજુ કારમાં તપાસ કરતાં ૧૦ પેટીમાં રહેલો કિંમત ૪૮૦૦૦નો ૪૮૦ બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દોઢ લાખની કાર સહિત ૧૯૮૦૦૦નો મુદ્દામાલ કબજે લઇ નાસી છુટેલા ચાલક સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.