બનાસકાંઠા બેઠકના કોંગ્રેસના ઉમેદવારની જીભ લપસી,કોંગ્રેસથી લોકો કંટાળી ગયા છે

બનાસકાંઠા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરથીભાઇ ભટોળ આજે અંબાજીમાં માં અંબાના દર્શન કર્યા હતા. બાદમાં પત્રકારો સાથે વાતચીત સમયે તેમની જીભ લપસી ગઈ હતી.પોતે કોંગ્રેસના ઉમેદવાર હોવા છતાં કોંગ્રેસથી લોકો કંટાળી ગયા છે તેમ બોલ્યા હતા. જોકે બાદમાં ભાન થતા ભાજપથી લોકો કંટાળ્યા હોવાનું કહ્યું હતું. તેમનો આ વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થતા કોંગ્રેસ ક્ષોભજનક સ્થિતિમાં મુકાઇ છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.