દેશને પ્રથમવાર આતંકવાદ સામે બાથ ભીડનાર વડાપ્રધાન મળ્યા ઃ ચુડાસમા

પાલનપુર દેશની લોકસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર દેશમાં વિજય સંકલ્પ સંમેલનો દ્વારા વ્યાપક પ્રચાર ઝુંબેશના શ્રી ગણેશ કર્યા છે તે અન્વયે પાલનપુર ખાતે બનાસકાંઠા લોકસભા સીટનું વિજય સંકલ્પ સંમેલન રાજ્યના સિનીયર કેબીટનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસ્માના અધ્યક્ષસ્થાને યોજાયું હતું.
વિશાળ સંખ્યામાં ઉપસ્થત જીલ્લાના કાર્યકરોને સંબોધતા ચુડાસ્માએ જણાવ્યું હતું કે દેશની પ્રજા મજબુર નહી પણ મજબુત સરકાર ઈચ્છે છે ત્યારે એક માત્ર નરેન્દ્રભાઈ મોદી જ આવી સરકાર આપવા સક્ષમ છે. તેમણે ઉમેર્યુ કે કોંગ્રેસના શાસનમાં રાષ્ટ્રવાદ નાનો થયો હતો જ્યારે ઉગ્રવાદ, જાતીવાદ, પરિવારવાદ અને આતંકવાદ જેવા વાદો મોટા થયા હતા. નરેન્દ્રભાઈએ દેશમાં આતંકવાદને નાથવામાં કોઈ કચાસ છોડી નથી. તેમણે ઉમેર્યુ કે વિશ્વના અભ્યાસું લોકોએ પણ ભારતમાં આવીને સર્વે કર્યા છે કે કોંગ્રેસના પ૦ વર્ષની સરખામણીએ નરેન્દ્રભાઈના પાંચ વર્ષનુ ંશાસન શ્રેષ્ઠ સાબિત થયુ છે. 
તેમણે ઉમેર્યુ કે પાકિસ્તાન સાથેના હુમલામાં સૌપ્રથમ ઈસ્લામીક રાષ્ટ્રોએ પણ નરેન્દ્રભાઈને સહયોગ આપીને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. નરેન્દ્રભાઈએ વોટની રાજનીતી બંધ કરીને વિકાસની રાજનીતી દેશમાં શરૂ કરી છે જેને પરીણામે દેશનો સમતોલ વિકાસ શક્ય બન્યો છે અને આતંકવાદ અને પ્રદુષણજેવી વિશ્વની બે મુખ્ય સમસ્યાઓને હલ કરવામાં સફળ રહ્યા છે. 
રાજ્યના પૂર્વમંત્રી અને બનાસડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે દેશમાં નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહનું નેતૃત્વ સમગ્ર દેશને આગળ વધારી રહ્યુ છે ત્યારે આપણા જીલ્લાને ગતવર્ષના પુર સંકટમાં ૧પ૦૦ કરોડનું પેકેજ આપીને જીલ્લાને બેઠો કરવામાં મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે તેને યાદ રાખીને કમળને જંગી મતોથી જીતાડવા સૌ કાર્યકરોને સંકલ્પ લેવડાવ્યા હતા. કેન્દ્રીયમંત્રી હરિભાઈ ચોધરીએ છેવાડાના માનવી સુધી વિકાસના ફળ પહોચાડવા ભાજપની સરકાર કટીબધ્ધ હોવાનું જણાવીને દુનિયાના પાંચ શક્તિશાળી માણસોમાં નરેન્દ્રભાઈનો સમાવેશ થાય છે તેવું જણાવ્યું હતું. વિધાનસભાના દંડક ભરતસિંહ ડાભીએ જણાવ્યું કે, ભાજપની સરકારે રાજ્ય અને કેન્દ્રમાં લોકકલ્યાણના કામોનું આંદોલન ચલાવીને છેવાડાના માનવી સુધી વિકાસના ફળ પહોંચાડ્યા છે. રાજ્યમંત્રી પરબતભાઈ પટેલે જણાવ્યું કે, પાકિસ્તાનને જડબાતોડ જવાબ માત્ર નરેન્દ્રભાઈ મોદી જ આપી શકે તેમ છે તે માટે આપણી બનાસકાંઠા સીટમાં કમળને જ વોટ આપીને નરેન્દ્રભાઈને આ સીટ આપીશું. જીલ્લા ભાજપ પ્રમુખ અને રાજ્યના પૂર્વ મંત્રી કેશાજી ચૌહાણે સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા. 
આ પ્રસંગે દાંતા સટેટના રાજવી પરિવારના મહારાજ પરમવિરસિંહજી ભારતીય જનતા પાર્ટીમાં જાડાતાં મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસ્માએ તેમને ખેસ પહેરાવીને સ્વાગત કર્યુ હતું.  આ પ્રસંગે ધારાસભ્ય શશીકાંત પંડ્યા, જીલ્લા પ્રભારી દુશ્યંતભાઈ પંડ્યા, લોકસભા સીટના ઈન્ચાર્જ, રાણાભાઈ દેસાઈ, સહ ઈન્ચાર્જ ગુમાનસિંહ ચૌહાણ, પ્રદેશ બક્ષી મોરચાના પ્રમુખ દિનેશભાઈ અનાવાડીયા, પૂર્વ મંત્રી હરજીવનભાઈ પટેલ, કાંતીભાઈ કચોરીયા, પૂર્વ ધારાસભ્ય શ્રીમતિ રેખાબેન ખાણેશા, વસંત ભટોળ, જીલ્લા મહામંત્રી ઉમેદદાન ગઢવી સહિત વિશાળ સંખ્યામાં જીલ્લામાંથી કાર્યકરો ઉપÂસ્થત રહ્યા હતા.
કાર્યક્રમનું સંચાલન મહામંત્રી અમૃત દવેએ કર્યુ હતું જ્યારે લોકસભા સીટના ઈન્ચાર્જ રાણાભાઈ દેસાઈએ સૌનો આભાર માન્યો હતો. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન પણ ભુપેન્દ્રસિંહ ચુડાસ્માના વરદહસ્તે કરવામાં આવ્યું હતું.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.