જર્મનનો ટુરીસ્ટ વાવની પાકિસ્તાન બોર્ડર ઉપર અટવાયો

જર્મન દેશનો એક ટુરીસ્ટ યુવાન બાઈક લઈને મધરાત્રિએ સરહદી વાવની સંવેદનાશીલ પાકિસ્તાનની બોર્ડર ઉપર અટવાયો હતો. જેથી માવસરી પોલીસે તેની પૂછપરછ કરી આધાર-પુરાવાની ચકાસણી કરતા ભારત ભ્રમણે નીકળેલો  યુવાન ‘નેટ’ મારફત સફેદ રણ જોવા બોર્ડર વિસ્તારમાં આવી ભૂલો પડ્યો હોવાનું પુરવાર થયું હતું. તેથી પોલીસ સહીત તમામે હાશકારો અનુભવ્યો હતો.
 
જર્મનનો એક ટુરીસ્ટ યુવાન પોતાના બાઈક દ્વારા ઈન્ડીયા સફરે નીકળ્યા છે. જો કે પાસપોર્ટ વીઝા અને આધાર પુરાવા સાથે ઈન્ડીયા નીકળેલા આ જર્મન ટુરીસ્ટે નેટ મારફત ભારતની પાકિસ્તાન બોર્ડરનું સફેદ રણ જોતા સહરદી વાવ પંથકની રાધાનેસડા બોર્ડર ઉપર બાઈક સાથે ધસી આવ્યો હતો. પરંતુ માવસરી પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આ જર્મન નાગરીક બાઈક મારફત ભારતના પ્રવાસે નીકળ્યો હોવાનું જાણવા મળેલ છે. અને ‘ઓનલાઈન નેટ’ ઉપર તેણે વાવ બોર્ડરનું પાકીસ્તાનનું સફેદ રણ જોતા નકશા મારફત વાવ પંથકની રાધાનેસડા બોર્ડર તરફ પ્રયાણ કર્યું હતું. પરંતુ તે અટવાઈ ગયો હતો જેથી માવસરી પોલીસે તેને આશ્વાસન આપી પૂછપરછ કરતાં તે જર્મન નાગરિક કાયદેસરના વીઝા મેળવી ભારતમાં આવેલ છે માવસરી પોલીસે તેના તમામ ડોક્યુમેન્ટની ચકાસણી કરી આધાર પૂરાવા મેળવી એ છોડી મૂક્યો હોવાનું જાણવા મળેલ છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.