શંખેશ્વર તાલુકાના આઠ ગામોમાં એકતા રથયાત્રાનું ગ્રામજનો દ્વારા ઉમળકાભેર સ્વાગત

 
 
પાટણ
ભારત દેશના પ્રખર રાષ્ટ્રભક્ત જેઓ બ્રિટીશ રાજના અને પછી ભારતના ૫૬૨ રજવાડાઓને રાષ્ટ્રના મુખ્ય પ્રવાહમાં સાંકળવા માટે પ્રયત્નોમાં સફળ થયા એક કુશળ વહીવટકાર જેમણે નવા આઝાદ થયેલા રાષ્ટ્રને સ્થિર અને સુદ્રઢ બનાવ્યું. એક અનોખા મહામાનવ જેમણે પ્રથમ દર્શક બનીને દેશને એકતાની રાહ પર દિશા બતાવી અને સમગ્ર રાષ્ટ્ર માટે શાશ્વત પ્રતિક બની ગયા તેમના આદર્શોને જાગ્રત કરવા અને યુવાપેઢીને શીખ આપવા એકતા રથયાત્રાનું શંખેશ્વર તાલુકાના આઠગામો લોટેશ્વર,જેસડા,મોટીચંદુર, મેમણા, ખીજડીયારી, સીપુર, કુવર, ખાતે જઇ રાત્રીના સુબાપુરા ગામ ખાતે રાત્રી સભા થઇ હતી. જેમાં સંગઠનના પ્રમુખ મોહનભાઇ પટેલ, સ્નેહલભાઇ પટેલ, કાર્યપાલક ઇજનેરશ્રી ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામજનો દ્વારા એકતા રથ યાત્રાનું ભવ્ય સ્વાગત કરી, ફુલહાર કરી ગ્રોમજનોએ આરતીનો લાવો લીધો હતો.  આ પ્રસંગે સંગઠનના મહામંત્રી દશરથજી ઠાકોર જણાવ્યું હતું કે, વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ૧૮૨ મીટર સ્ટેચ્યુ ઓફ યુનીટી પ્રતિમાં બનાવવામાં આવી છે. જે આવનાર ભાવી પેઢી માટે પ્રેરણાનો સ્ત્રોત બની રહેશે. અને સહેસાણાઓ માટેનું સૌથી મોટું પર્યટન સ્થળ બનશે અને અનોખું આકર્ષણ સ્થળ બની રહેશે. 
આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખશ્રી ભીખીબેન રથવી, ઉપપ્રમુખ રતુંજી ઠાકોર, ડેલીકેટો સભ્યો, રથના કર્મચારીઓ ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.  ગ્રામજનોને શપથ લેવડાવ્યા હતા
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.