ડીસામાં નવલોહીયા યુવાનો વૃક્ષારોપણ તેમજ સફાઈ થકી રાષ્ટ્રીય પર્વની ઉજવણીને યાદગાર બનાવશે

આવતીકાલ ૧પ મી ઓગષ્ટ ને બુધવારે સ્વતંત્ર ભારતના ૭૨ માં સ્વાતંત્ર્ય દિનના રાષ્ટ્રીય પર્વની અદબભેર ઉજવણી માટે સમગ્ર દેશ થનગની રહ્યો છે ત્યારે બનાસકાંઠાના વેપારીમથક ડીસામાં દેશભક્તિના આ અવસરની અનોખી અને સાર્થક ઉજવણી માટે જૈન યુવાધન સજ્જ થઈ ગયું છે.
 
અખિલ ભારતીય શ્રી રાજેન્દ્ર જૈન તરૂણ પરીષદની ડીસા શાખાએ આ વર્ષે ડીસા ખાતે વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ જેવા ખૂબ પ્રેરક કાર્યક્રમો યોજી સ્વાતંત્ર્ય દિન પર્વની ઉજવણીને યાદગાર બનાવવાનો પ્રશંસનીય નિર્ણય લીધો છે.ત્રિસ્તુતીક જૈન સંઘ, ડીસા, અ. ભા. શ્રી રાજેન્દ્ર જૈન નવ યુવક પરિષદ, ડીસા શાખા, ડીસા નગરપાલીકા તથા ગુજરાત સરકારના સહયોગથી ડીસાના ધારાસભ્ય શશીકાંત ભાઈ પંડ્‌યાના માર્ગદર્શન હેઠળ અ.ભા.શ્રી રાજેન્દ્ર જૈન તરૂણ પરિષદ ડીસા શાખા દ્વારા આવતીકાલ ૧પ મી ઓગસ્ટને બુધવારે ડીસા શહેરને સ્વચ્છ અને તંદુરસ્ત રાખવાના આશયથી વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાનનું આયોજન કરાયું છે.આ આવકાર્ય કાર્યક્રમમાં અ. ભા.રાજેન્દ્ર જૈન તરૂણ પરિષદની ડીસા શાખાના ૧૦૦૦ જેટલા ભાઈ-બહેનો નગરમાં વિવિધ સ્થળે બાળતરૂઓની રોપણી કરી આક્રમક સફાઈ અભિયાન હાથ ધરાશે. 
 
સ્વાતંત્ર્ય દિન પર્વની સાર્થક ઉજવણી કરવા અ.ભા.શ્રી રાજેન્દ્ર જૈન પરિષદની ડીસા શાખા દ્વારા હાથ ધરાયેલ આ પ્રોજેક્ટ માટે ડીસાના જાણીતા ઉદ્યોગપતિ જુગલકિશોર અગ્રવાલ, કાંતીલાલ સોની (સુંધા જ્વેલર્સ), રાજનભાઈ મહેતા, જયેશભાઈ સહાયતા, પુષ્પાજલી હાઈટ્‌સ, કમલેશભાઈ ઠક્કર, મેહુલભાઈ શાહ, દેવુભાઈ ખત્રી, ડો.મેહુલભાઈ મોઢ (આશિર્વાદ જાઈન્ટ રીપ્લેસમેન્ટ), ડો.કલ્પેશભાઈ તલાટી, ડો.અંકિતભાઈ કેલા, ડો.મીતુલભાઈ શાહ, હિતેશભાઈ શાહ, ડો.રમેશભાઈ વારડે, ડો.મનોજભાઈ આમીન તેમજ નગરના અન્ય અગ્રણીઓ પણ આર્થીક સહયોગ આપી સહભાગી બન્યા છે. આ કાર્યક્રમની સફળતા માટે ડીસા નગરપાલીકાના પ્રમુખ શિલ્પાબેન માળી અને નવા મુખ્ય અધિકારી કમલકાંત પ્રજાપતિનો પણ સરાહનીય સહયોગ મળી રહ્યો છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.