02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / સાબરકાંઠા / હિંમતનગરમાં મિસ ફાયરીંગમાં સાતમા ધોરણનો વિદ્યાર્થી ઘાયલ

હિંમતનગરમાં મિસ ફાયરીંગમાં સાતમા ધોરણનો વિદ્યાર્થી ઘાયલ   28/10/2018

 
 
                    હિંમતનગર શહેરમાં ગીરધરનગર સોસાયટી બાયપાસ રોડને અડીને આવેલ વિદ્યાનગરી કેમ્પસમાં એનસીસીની તાલીમ દરમિયાન મિસફાયરીંગ થવાની ઘટના બની હતી જેમાં ધોરણ -૭ ના વિદ્યાર્થીને ઈજા થઇ હતી.
પ્રાપ્ત થતી વિગતો અનુસાર વિદ્યાનગરી કેમ્પસમાં આવેલ સિલ્વર ગ્રીન ઈંગ્લીશ સ્કુલના ૧ વિદ્યાર્થી આશુતોષ રાધેશ્યામ તિવારી ધોરણ-૭માં અભ્યાસ કરે છે તે હાલ એશિયન ટાઈલ્સ કાટવાડ ખાતે રહે છે અને અભ્યાસ કરે છે આજે તેની પરીક્ષા હોવાથી સ્કુલે આવેલો હતો તે અરસામાં ધોરણ-૧૦ ના વિદ્યાર્થીઓની એનસીસીની તાલીમ ચાલતી હોવાથી કોઈ વિદ્યાર્થીની એરગનમાંથી મિસ ફાયર થતા કાર્ટીજ સીધી આશુતોષના પગમાં જઈને વાગી હતી.આશુતોષને તાત્કાલિક હિંમતનગર  સિવિલ હોસ્પીટલના ડોકટરો ધ્વારા તેનું ઓપરેશન કરવામાં આવ્યું છે અને હાલ તે આઈસીયુ માં સારવાર હેઠળ છે ડોક્ટરોના જણાવ્યા અનુસાર હાલ તે ભયમુક્ત છે.
પરંતુ અહિયાં સવાલએ ઉભા થાય છે કે પ્રેક્ટીસ ધોરણ-૧૦ ના વિદ્યાર્થી કરતા હતા તો એવી તો કઈ રીતે મિસફાયરીંગ થઇ કે કાર્ટીજ સીધી ધોરણ-૭ના વિદ્યાર્થી આશુતોષને બે પગની વચ્ચે જઈને વાગી કાર્ટીજ વાગવાની ઘટના બાદ સિવિલ હોસ્પીટલમાં સ્કૂલનો સ્ટાફ પણ મીડિયા સાથે ઉદ્ધતાઈ ભર્યો વર્તન કરતુ હતું.

Tags :