17 વર્ષની યુવતીએ તેની જિદ્દ અને ઇચ્છાશક્તિના બળે કર્યું એવું કામ કે દરેક લોકો કરે છે તેના વખાણ

પ્રબળ ઇચ્છા શક્તિ અને પરિસ્થિતિ સામે લડવાના જનૂનને કારણે 11 વર્ષની કલ્પનાએ મઝધારમાં ફસાયેલી જિંદગીની નાવને ખુદ હલેસા મારીને કિનારે પહોંચાડી. જી હાં બિહારની મધુબનીની કલ્પનાએ બાળપણમાં જ માતા-પિતાની છત્રછાયા ગુમાવી અને 2 બહેનો અને 1 ભાઇ સહિતની ઘરની જવાબદારી તેના ખભા પર આવી ગઈ. જો કે જિંદગીથી હાર ન માનતા કલ્પનાએ પિતાની પાનની દુકાન ચાલું જ રાખી, આટલી નાની ઉંમરે તે પાનની દુકાને બેસવા લાગી સાથે તે અભ્યાસ પણ કરે છે આજે તે ઇન્ટરમીડિએટમાં અભ્યાસ કરી રહી છે.

કલ્પના કમલા બ્રિજની નજીક એએસ 104 કિનારે એક નાનકડી પાનની દુકાન ચલાવી રહી છે. કલ્પના દોઢ વર્ષની હતી ત્યારે માતાનું અવસાન થયું અને 11 વર્ષની હતી ત્યારે પિતા દુનિયા છોડીને જતાં રહ્યાં. આ સમયે ઘરને ચલાવવા માટે કલ્પના પાસે માત્ર પિતાની પાનની દુકાન જ હતી. 11 વર્ષની નાની ઉંમરે તેને પાન બનાવવું શરૂ કર્યું. આ કામની સાથે સાથે તેણે અભ્યાસ પણ ચાલું જ રાખ્યો હતો. તે દુકાનના કામથી ફ્રી પડે ત્યારે અભ્યાસ કરતી હતી. આ કામમાં તેની 2 બહેનો અને ભાઇ પણ તેને મદદ કરતા હતા. આ દુકાનથી તેને રોજનો 500-700 રૂપિયાનો નફો થાય છે. તેમણે આ પાનની દુકાનની કમાણીથી જ બંને બહેનોને ધામધૂમથી પરણાવી. તે હાલ ઇન્ટરમીડિએટમાં અભ્યાસ કરે છે અને વધુ અભ્યાસ કરીને સરકારી નોકરી મેળવવા ઇચ્છે છે.

કલ્પના પાનની દુકાનથી દરરોજના 500થી 700 રૂપિયા કમાઈ લે છે. સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે, તે પાન બનાવવાની સારી ટિપ્સ જાણે છે. તે ખૂબ જ લિજ્જદાર પાન બનાવતી હોવાથી પાનના શોખીન ચોક્કસ તેનું પાન ખાવા માટે આવે છે. કલ્પનાના પાન વખણાય છે.

2012માં કલ્પનાના પિતાનું મોત થઇ ગયું ત્યારબાદ ઘરમાં આર્થિક સંકટ ઉત્પન થઇ ગયું. તે સમયે કલ્પના 11 વર્ષની હતી. આટલી નાની ઉંમરે તેણે પિતાની દુકાન સંભાળી લીધી. તે 12 કલાક દુકાનમાં રહેતી હતી. કલ્પના અભ્યાસ કરીને સરકારી નોકરી મેળવવા ઇચ્છે છે.તે દુકાનમાં જ્યારે પણ સમય મળે અભ્યાસ કરતી રહે છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.