વાવ બેઠકના ડીરેક્ટરની નિમણુંક મુદ્દે જિલ્લા રજિસ્ટ્રાર મૌન કેમ ?

 
 
 
                           વાવ તાલુકાના પ્રાથમિક શિક્ષણના સભાસદોએ જિલ્લા રજીસ્ટ્રાર પાલનપુરને એક લેખિત અરજી દ્વારા તા. ર/પ/૧૮ ના રોજ રજૂઆત કરી વાવ બેઠકના ડીરેક્ટરની ચૂંટણી કરવા માટે જણાવ્યું હતું કે તા. ૩૧/૩/૧૯૬૦ થી (રજી નં. ર૯૬૧પ થી) પાલનપુર ખાતેની જિ.પ્રા.શિ. મંડળી કાર્યરત છે. વર્ષોથી જ્યારે જ્યારે ડમ્પરે મંડળીના કાયદાઓ મુજબ વ્યવસ્થાપક કમિટી માટે ચૂંટણી કરવામાં આવે છે. હાલમાં વર્ષ ર૦૧૪ થી નવા અÂસ્તત્વમાં આવેલા તાલુકાને પ્રતિનિધિત્વ આપવામાં આવે છે. વાવની વર્ષોથી એક ડીરેક્ટરની જગ્યા હોવા છતાં વાવ તાલુકાને બાકાત રાખવામાં આવેલ છે. જેના કારણે વાવ તાલુકાના સભાસદોને મંડળીના લોન અને હીસાબના કામકાજમાં ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે. વાવ તાલુકાના ડીરેક્ટરની જગ્યા ખાલી હોવાથી સભાસદો લોનની ભલામણ માટે મુંઝવણ અનુભવી રહ્યા છે. 
તા.ર/પ/૧૮ ના રોજ સભાસદોએ ડીરેક્ટર મુદ્દે જિ.રજિસ્ટ્રારને રજૂઆત કર્યા બાદ તા. ૮/૬/૧૮ ના પત્રથી મંડળીની વ્યવસ્થાપક કમિટી પાસેથી આધાર પુરાવા સાથે રજિસ્ટ્રાર (બ.કાં.) એ અહેવાલ પણ મંગાવ્યો હતો. છતાં આજદિન સુધી જિલ્લા રજિસ્ટ્રારે વાવ ખાતે ડીરેક્ટરની જગ્યા મુદ્દે ેકંઈપણ વિચારતા નથી. જા કે વધુમાં સભાસદ મિત્રોએ જણાવ્યું હતું કે જ્યાં સુધી વાવ બેઠકના ડીરેક્ટરની ચૂંટણી નહી યોજાય ત્યાં સુધી મંડળીની કપાત બંધ કરવાનો નિર્ણય લીધેલ છે. જેના કારણે મંડળીને આર્થિક નુકશાન થશે. તેની જવાબદારી કોની ? સત્વરે જિ.રજિસ્ટ્રાર વાવ બેઠકના ડિરેક્ટરની ચૂંટણી યોજા માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કરે તેવી વાવ તાલુકાના સભાસદ મિત્રોની ઉગ્ર માંગ છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.