ડીસા સહિત જિલ્લાના હવામાનમાં ફરી પલટો

 
 
 
                 છેલ્લા કેટલાંક દિવસોથી ઠંડીનું મોજુ સમગ્ર જિલ્લામાં ફરી વળ્યું હતું. તેની વચ્ચે ગઇકાલે વાતાવરણમાં ફરી અચાનક પલટો આવ્યો છે. આકાશમાં વહેલી સવારે વાદળો છવાતાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે. જેથી ડીસામાં લઘુત્તમ તાપમાનનો પારો ઉંચકાતા તાપમાન ૧૧.૨ ડિગ્રી નોંધાયું છે. 
વાતાવરણમાં અચાનક આવેલા પરિવર્તનને લઇ જગતનો તાત ચિંતામાં જાવા મળી રહ્યો છે. ઠંડીના પગલે સમગ્ર જિલ્લામાં રવિ સિઝનનો ઉભો પાક ખીલી ઉઠ્યો છે. ઉભા પાકને હવામાન પણ અનુકૂળ હોવાથી અત્યાર સુધી ઉભા પાકમાં કોઇ પણ પ્રકારની જીવાત પણ જાવા મળી નથી. પણ વાતાવરણમાં આવેલા અચાનક પલટાના કારણે ચિંતાના વાદળ છવાયા છે. કારણ તેનાથી પાકમાં મોલો-મસી થવાની શક્યતા છે અને ઉભા પાકમાં રોગ પણ આવી શકે છે. જેમાં ખાસ કરીને બટાટા, રાયડો, એરંડા જેવા પાકોને નુકશાન થઇ શકે છે. ત્યારે પલટાયેલા વાતાવરણને લઇ ખેડૂતો પાકોની કાળજી લેવા મથામણમાં લાગી ગયા છે. હવામાનમાં પલટાને લીધે શિયાળુ પાકોમાં રોગો વધવાની પણ શક્યતાઓને નકારી શકાતી નથી. પણ હવામાન વિભાગે બે દિવસ સુધી વેસ્ટર્ન ડીસ્ટર્બન્સના કારણે આકાશમાં વાદળછાયુ વાતાવરણ જાવા મળશે પણ ત્યારબાદ ઠંડા પવનો સાથે ફરી એકવાર કોલ્ડવેવની આગાહી કરી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.