નક્સલી આતંકના ગઢ સુકમાની આદિવાસી દીકરી જિલ્લાની પહેલી ડોક્ટર બનીને આદિવાસીઓની સેવા કરશે

નક્સલી વિસ્તારોમાં દીકરીને શિક્ષણ આપવામાં આવે તે ખૂબ મુશ્કેલ છે. અહીં જીલ્લાની પહેલી આદિવાસી છોકરી માયા કશ્યપ હવે ડોક્ટર બનીને આદિવાસીઓની સેવા કરશે. સુકમા જીલ્લાના દોરનાપાલમાં રહેતી માયા કશ્યપને એમબીબીએસમાં એડમિશન મળી ગયું છે. એડમિશન મળ્યા પછી દોરનાપાલથી માયા પહેલી મહિલા ડોક્ટર બનશે. માયાએ પિતા ગુમાવ્યા પછી તેની માતાના સંઘર્ષને તેણે નકામો નથી જવા દીધો. આજે તેનો સમગ્ર પરિવાર જ નહીં પરંતુ સમગ્ર જીલ્લો તેની સફળતાના વખાણ કરતા નથી થાકતાં.
 
દોરનાપાલમાં રહેતી માયાએ જણાવ્યું કે, તેણે સરકારી સ્કૂલથી અભ્યાસ શરૂ કર્યો હતો. તેને બાળપણથી જ ડોક્ટર બનવાની ઈચ્છા હતી. 2009માં તેના પિતાનું નિધન થઈ ગયું હતું. રૂ, 12,000ના પેન્શનમાં ત્રણ બહેનો અને ભાઈના ગુજરાન સાથે અભ્યાસ એટલો સરળ નહતો. પરંતુ તે ક્યારેય હિંમત ન હારી અને પરિવારના લોકો પણ તેને સતત પ્રોત્સાહન આપતા હતા. મેડિકલના અભ્યાસ માટે તેના ભાઈ-ભાભી મિત્રો પાસેથી પૈસાની વ્યવસ્થા કરીને મોકલી રહ્યા છે. હવે તેને તેના પિતાનું સપનું પણ સાકાર થતું લાગી રહ્યું છે.
 
 સ્કૂલના અભ્યાસ માટે પણ માયાએ ઘણી સ્ટ્રગલ કરવી પડી હતી. તેણે જણાવ્યું કે, ધોરણ પાંચના અભ્યાસ પછી છિંદગઢમાં આવેલી નવોદય વિદ્યાલયમાં તેની પસંદગી થઈ હતી. જ્યારે ધોરણ 11 અને 12નો અભ્યાસ તેણે ઓરિસ્સા નવોદય વિદ્યાલયમાંથી પૂર્ણ કર્યો હતો.
માયાએ એક મીડિયા ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, તેણે જ્યાંથી સ્કૂલનો અભ્યાસ કર્યો છે ત્યાં પ્રાથમિક વિદ્યાલયમાં માત્ર 3000 વિદ્યાર્થીઓના નામ જ રજિસ્ટર્ડ છે.
માયાએ કહ્યું કે, તે જ્યાં સ્કૂલમાં અભ્યાસ કરતી હતી ત્યાં શિક્ષકો પણ કોઈક વાર જ જોવા મળતાં હતા. 
ભીલાઈમાં એક વર્ષ રહીને તેણે નીટના કોચિંગ ક્લાસ કર્યા. ડેન્ટલમાં તેની પસંદગી થઈ તો હવે તેને તેનું એમબીબીએસનું સપનું પુરૂ થતુ લાગી રહ્યું છે. હવે તેણે ડોક્ટર બનીને સુકમામાં જ સેવા આપવાનો સંકલ્પ કર્યો છે. તેણે કહ્યું ડોક્ટર બનીને ગરીબોની સેવા કરવી જ તેનો ઉદ્દેશ છે. અહીં સ્વાસ્થય સુવિધાની ખૂબ જરૂર છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.