ડીસા માર્કેટયાર્ડમાં એકજ દિવસમાં ચોમાસુ મગફળીની ૬૧ હજારથી વધુ બોરીની આવક

ડીસા : બનાસકાંઠા જિલ્લામાં ચોમાસુનો ખરીફ પાક લેવાની શરૂઆત થઈ ચુકી છે ત્યારે ડીસા પંથકમાં વાવેતર થયેલ મગફળીનો પાક લેવાઈ રહ્યો છે. ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં ૧૧૩૮૪૦ હેકટર જમીનમાં મગફળીનું વાવેતર થયું છે. જેમાં ડીસા પંથકમાં સૌથી વધુ વાવેતર થયું હતું.પરંતુ આ વર્ષે પાછોતરા વરસાદને લઇ મગફળીના પાકને ૨૦ થી ૩૦ ટકા જેટલું નુકસાન થયું છે તેમ છતાં બાલાપરમાં થયેલા વાવેતરને લઈ મગફળીનું ઉત્પાદન થતા માર્કેટયાર્ડમાં મગફળી નો ભરાવો થઈ રહ્યો છે.
રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે પણ ટેકાનો ભાવ જાહેર કર્યો છત્યારે હજુ ૩૦ ઓક્ટોબર સુધી મગફળીની નોંધણી ચાલુ છે ત્યારબાદ ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ થશે પરંતુ ત્યાં સુધી ખેડૂતોને રવિ સીઝનના  વાવેતર માટે માર્કેટ યાર્ડ મગફળી ભરાવી રવી સીઝનની તૈયારી કરતા હોય છે તથા દિવાળીના તહેવારો આવતા હોવાથી ખેડૂતોને હાથવેતા ખર્ચ માટે ચોમાસુ પાકોનું વેચાણ કરતા હોય છે.દિવાળીના તહેવારોને લઇ માર્કેટયાર્ડમાં અઠવાડિયાની રજા રહેતી હોય છે. ડીસા માર્કેટયાર્ડ પણ ૨૫ ઓક્ટોબરથી માર્કેટ યાર્ડમાં રજા રહેશે.જેને લઇ છેલ્લી ઘડીએ ખેડૂતોએ માર્કેટયાર્ડમાં પોતાનો માલ ડીસા માર્કેટયાર્ડમાં પણ દિનપ્રતિદિન મગફળીની આવકમાં વધારો થઈ રહ્યો છે. ઉત્તર ગુજરાતના બીજા નંબરના માર્કેટયાર્ડમાં મગફળીની આવક સોમવારના રોજ ૬૧ હજાર બોરી આવતા ખડકલો થયો છે. ગ્રામ્ય વિસ્તારોના ખેડુતો ટ્રેક્ટરો ભરી મગફળીનું વેચાણ કરવા માર્કેટયાર્ડમાં આવતા ડીસા માર્કેટયાર્ડ ચોમાસુ મગફળીથી ઉભરાવા લાગ્યું છે.ગત વર્ષે પણ ડીસા માર્કેટયાર્ડમાં મગફળીની સૌથી વધુ આવક થઈ હતી. ચાલુ વર્ષે પણ મગફળી કાઢવાની શરૂઆત થઈ છે.ત્યારથી માર્કેટયાર્ડમાં મગફળીની આવકમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે.ચાલુ વર્ષે પાછોતરા વરસાદની વચ્ચે મગફળીના ઉત્પાદનમાં ઘટાડો થવાની શક્યતાઓ છે. ત્યારે મગફળીના ભાવો જળવાઈ રહે તેમ ખેડુત વર્ગ ઈચ્છી રહ્યો છે. દિન પ્રતિદિન ખેતી મોંઘીદાટ બનતા ઉત્પાદિત કરેલા પાકના ભાવો યોગ્ય મળી રહે તો જ ખેડુત વર્ગને પોષાય તેમ છે. 
ડીસા માર્કેટયાર્ડમાં સોમવારના રોજ ૬૧ હજાર બોરીની આવક થવા પામી હતી. જેમાં મગફળીના ભાવમાં ૮૦૦ થી ૯૫૦ રૂપિયા પ્રતિમણ ખેડુતોને મળી રહ્યા હતા. જોકે રાજ્ય સરકાર દ્વારા ટેકાનો ભાવ પ્રતિ મણ ૧૦૧૮ નક્કી કરવામાં આવ્યા છે જ્યારે માર્કેટયાર્ડમાં તેનાથી નીચા ભાવે વેચાણ થઈ રહ્યું છે.હજુ આગામી સમયમાં મગફળીની આવક મોટા પ્રમાણમાં થશે ત્યારે ખેડુત વર્ગને પોષણક્ષમ ભાવ મળી રહે તેમ ખેડુત વર્ગ ઈચ્છી રહ્યો છે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.