02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Banaskantha / સુઇગામના વાધપુરામાં વાવાઝોડાના કારણે 7 ગાયોના મોત

સુઇગામના વાધપુરામાં વાવાઝોડાના કારણે 7 ગાયોના મોત   13/06/2019

બનાસકાંઠા: રાજ્યભરમાં વાયુ વાવાઝોડા નામનું સંકટ મંડરાઇ રહ્યું છે. જોકે હવે આ વાવઝોડું દરિયાકાંઠા પાસેથી ઓમાન તરફ જતું રહેવાનું છે. ત્યારે વાયુનાં સંકટની અસર ઓછી થઇ છે પરંતુ તેનો ખતરો ઓછો થયો નથી. પરંતુ ગત રાત્રે બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડયો હતો. જેને લઇ ખેડુતોને ભારે નુકશાન થયુ છે. સુઇગામના વાઘપુરામાં વાવઝોડા સાથે આવેલા વરસાદમાં 7 ગાયોના મોત નિપજતા પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ છે.
 
સુઇગામના વાઘપુરામાં ગત રાત્રે વાવાઝોડા સાથે આવેલા વરસાદના કારણે લક્ષ્મણભાઇ શિવાભાઇ રબારીની 7 ગાયોના મોત નિપજયા છે. જેને લઇ ખેડુતને ભારે નુકશાન થયુ છે. તો સાબરકાંઠા જીલ્લામાં પણ વીજ કરંટથી એક નંદીનું મોત નિપજયુ હોવાનું સામે આવ્યુ છે.

Tags :