15 વર્ષે શરૂ કર્યો બિઝનેસ, આજે છે 6000 કરોડનો માલિક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 દિવસ માટે આફ્રિકન દેશોના પ્રવાસે છે. તેઓએ સોમવારે રવાન્ડાની મુલાકાત લીધી હતી ત્યારબાદ મંગળવારે યુગાન્ડા પહોંચ્યા હતા. યુગાન્ડામાં અંદાજિત 20 હજાર ભારતીયો રહે છે. ખાસ વાત એ છે કે, ભારતીયોનું યુગાન્ડાની ઇકોનોમિમાં મહત્વનું યોગદાન છે. યુગાન્ડામાં આજે બુધવારે મોદીએ બિઝનેસ ફોરમને સંબોધિત કરી હતી. આ ફોરમ દરમિયાન મોદીએ ભારતીય મશીનરી અને ટેક્નોલોજીના વખાણ કર્યા હતા. મશીનરી અને ટેક્નોલોજીની વાત થઇ રહી હોય ત્યારે યુગાન્ડામાં વસતા આશિષ ઠક્કરનો ઉલ્લેખ ચોક્કસથી કરવો પડે. મૂળ ગુજરાતી ઠક્કર પરિવારમાંથી આવતો 36 વર્ષીય આશિષ ઠક્કર આફ્રિકાનો સૌથી નાની વયનો અબજોપતિ છે.
 
 આશિષ ઠક્કરનો જન્મ યુકેના સેલિસ્ટર સિટીમાં થયો હતો. તેના માતા-પિતા ગુજરાતથી યુગાન્ડા બિઝનેસ માટે આવ્યા હતા. જો કે, 1972માં અહીંના સરમુખત્યાર ઇદી અમીનના દેશનિકાલના આદેશ બાદ આશિષના માતાપિતા યુકે શિફ્ટ થઇ ગયા હતા. 
- યુકેમાં પણ આશિષના પેરેન્ટ્સ સ્વાહીલી (આફ્રિકન ભાષા)માં જ વાતચીત કરતા હતા. આથી આફ્રિકા આશિષને ઘર જેવું લાગતું હતું. 
- 1993માં જ્યારે આશિષ માત્ર 12 વર્ષનો હતો ત્યારે તેના માતાપિતા સાથે તેઓ આફ્રિકા પરત ફર્યા હતા. આ વખતે તેઓએ રવાન્ડામાં બિઝનેસ શરૂ કરવાનું વિચાર્યું. 
- જો કે, 1994માં હત્યાકાંડ શરૂ થયો. યુએન આર્મીની મદદથી ઠક્કર પરિવાર પહેલાં બુરુન્ડી પછી કેન્યા અંતે કમ્પાલા, યુગાન્ડા પહોંચ્યો.
 
 યુગાન્ડામાં આશિષના પિતાના મિત્ર ઘરે આવ્યા ત્યારે તેઓએ ઘરમાં કોમ્પ્યૂટર જોયું, થોડીવાર આશિષ સાથે વાત કર્યા બાદ તેમણે કોમ્પ્યૂટર ખરીદવા ડીલ કરી. 
- પહેલી જ ડીલમાં આશિષે 100 ડોલર (6800 રૂપિયા)નો નફો કર્યો. 1996માં માત્ર 15 વર્ષની ઉંમરે આશિષે 'મારા ગ્રુપ' નામની કંપની શરૂ કરી. 
- કોમ્પ્યૂટરના સામાન માટે આશિષ દર શનિ-રવિ દુબઇ જતો હતો. શક્ય તેટલી ફ્લોપી ડિસ્ક અને અન્ય એક્સેસરીઝ બેગમાં ભરીને લાવતો. કમ્પાલામાં તે સામાન ઝડપથી વેચાતો અને આશિષને સારો એવો નફો થતો. 
- આશિષના માતાપિતાને ખબર પડી કે બિઝનેસ માટે આશિષે સ્કૂલે જવાનું બંધ કરી દીધું છે. તેને માતાપિતાને કહ્યું કે, તું બિઝનેસ કર એક વર્ષમાં કંઇ ખાસ નહીં થાય તો ફરીથી સ્કૂલે જવું પડશે. 
- આમ માત્ર 15 વર્ષની ઉંમરે આશિષ બિઝનેસમેન બની ગયો. બિઝનેસ માટે આશિષે મમ્મી-પપ્પા પાસેથી લોન લઇ ચાર લાખ રૂપિયામાં બિઝનેસ શરૂ કર્યો હતો. આજે તેની વિવિધ ગ્રૂપની કંપનીઓનું ટર્નઓવર 1 બિલિયન ડોલર (અંદાજિત 6000 કરોડ રૂપિયા) જેટલું છે. 
આશિષે આફ્રિકન બિઝનેસના એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, અમારો બિઝનેસ 25 આફ્રિકન દેશો અને ત્રણ અન્ય ખંડોમાંથી ઓપરેટ થાય છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.