વડાપ્રધાન મોદી આજે સિક્કીમના પ્રથમ એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય સિક્કિમની મુલાકાતે પહોંચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાગડોગરાથી એમઆઇ ૮ હેલિકોપ્ટરથી અહી પહોંચ્યા હતા. સેનાના લિબિંગ હેલીપેડ પર રાજયપાલ ગંગા પ્રસાદ અને મુખ્યમંત્રી પવન ચામલિંગ તેમનું ભવ્ય સ્વાગત કર્યુ હતું. આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાકયોંગ ગ્રીનફિલ્ડ એરપોર્ટનું ઉદઘાટન કરશે. સેના હેલિપેડથી વડાપ્રધાનનો કાફીલો રાજભવન પહોંચ્યો હતો. તે દરમિયાન ભારે વરસાદ હોવા છતાં પીએમ મોદીને જોવા માટે ભારે સંખ્યામાં લોકોની ભીડ એકત્રિત થઇ હતી. પીએમ મોદીએ લોકોનું અભિવાદન કર્યું હતું. રાજભવન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના નેતાઓ અને સામાજિક સંગઠનોના પ્રતિનિધિ સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે એરપોર્ટનું ઉધ્ધાટન કરવાના છે તે પાકયોંગ ગ્રીનફિલ્ડ એરપોર્ટ ૪૫૦૦ ફીટ ઉંચાઇ પર આવેલું છે. ગંગટોકથી અંદાજે ૩૦ કિમી દૂર આવેલ આ એરપોર્ટ રાજયનું પ્રથમ એરપોર્ટ છે. ૨૦૧૭માં બનેલા આ એરપોર્ટની ટ્રાયલ પૂર્ણ થઇ ગઇ છે. આશા છે કે ઓકટોબરના બીજા સપ્તાહમાં અહી વિમાની સેવાનો પ્રારંભ થશે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.