ડીસામાં ૨૫૦ થી વધુ જગ્યાએ ‘શ્રી’ ની સ્થાપના

 ડીસામાં ૨૫૦ થી વધુ જગ્યાએ ‘શ્રી’ ની સ્થાપના
 
 
 
ડીસા
ડીસામાં ગણેશ ચતુર્થીનો મહિમા દિન પ્રતિદિન વધી રહ્યો છે જેમાં સાર્વજનિક ગણેશોત્સવનો ક્રેઝ વધુ છે. આ વખતે ડીસામાં ૨૫૦ કરતાં પણ વધુ સ્થળોએ સાર્વજનિક ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે ઇકો ફ્રેન્ડલી પ્રતિમાની જ વધુ સ્થાપના થઇ છે.
 ડીસામાં શ્રી ગણેશ ઉત્સવની છેલ્લા કેટલાય દિવસોથી તૈયારીઓ ચાલતી હતી. આ વર્ષે ઇકોફ્રેન્ડલી પ્રતિમાનો જ ક્રેઝ જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં ઇકોફ્રેન્ડલી પ્રતિમા શહેરના મોટાભાગના પંડાલોમાં સ્થાપિત થઇ  છે. આ વર્ષે સમગ્ર ડીસામાં ૨૫૦ કરતાં વધુ સાર્વજનિક ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.ગુજરાતમાં સાર્વજનિક ગણેશોત્સવનો ક્રેઝ પણ વધી રહ્યો છે. ત્યારે આ વર્ષે સાર્વજનિક ગણેશોત્સવ બનાસકાંઠામાં ડીસામાં સૌથી વધુ યોજાઇ રહ્યાં છે. ખાસ કરીને માટીની તેમજ વિવિધ કલાત્મક પ્રતિમાઓની સ્થાપના ગણેશ મંડળો કરી રહ્યાં છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.