વડગામના જલોતરા ગામે અજાણ્યા યુવકની ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળતાં ચકચાર

વડગામ
વડગામ તાલુકાના જલોતરા ગામમાં પીડબલ્યુડીના સ્ટોરની પાછળના ભાગે આવેલી ઝાડીમાં કોઇ અજાણ્યા યુવકની ઝાડ સાથે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતાં ચકચાર મચી જવા પામી છે.
      જલોતરા ગામે અંબાજી હાઇવે પર જવાના રસ્તા પર આવેલા પીડબલ્યુડીના સ્ટોરની પાછળના ભાગે આવેલ ઝાડીમાં અજાણ્યા યુવકની ઝાડ સાથે ફાંસો ખાધેલી હાલતમાં લટકતી લાશ મળી આવતા લોકોમાં  ચકચાર મચી ગઈ છે. જોકે,યુવકની લાશ ફુગાય ગયેલી હોવાથી કોઈ ઓળખ થઈ શકી નથી. આ અંગે વડગામ પોલીસને જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર પીડબલ્યુડી સ્ટોરના ચોકીદારની ઝાડે ફાંસો ખાધેલી હાલતમાં લાશ નજરે પડતા જલોતરા સરપંચને જાણ કરતા સરપંચે વડગામ પોલીસને જાણ કરી હતી. વડગામ પોલીસ દ્વારા સ્થળ પર આવી તપાસ હાથ ધરી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.