02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Banaskantha / ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ઠેરઠેર દૂંદાળા દેવની સ્થાપના કરાઈ

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ઠેરઠેર દૂંદાળા દેવની સ્થાપના કરાઈ   04/09/2019

વડાવળ : દેવા હો દેવા ગણપતિ દેવાના નાદ સાથે સમગ્ર બનાસકાંઠા જિલ્લાના ડીસામાં વાજતે-ગાજતે બાપાની સ્થાપના કરવામાં આવી હતી. મંડપ અને પંડાળ સજાવી શ્રીજીની મૂર્તિને શાસ્ત્રોકત વિધિથી સ્થાપન કરવામાં આવી હતી. 
વહેલી સવારે જ શહેરની તમામ ગલીઓ અને ગામડાઓમા ગણપતિ મહોત્સવને લઈ જોરદાર માહોલ છવાયો હતો. ડીસા શહેર અને ગામડામાં અંદાજિત ૨૦૦ થી વધુ જગ્યા ઉપર ગણપતિ દાદાની બિરાજમાન કરવામાં આવ્યા છે. જેમા સિદ્ધિવિનાયક ગ્રુપ નવાવાસ, પિંક સીટી, સ્ટોબેરી સોસાયટી, સોની વાસ લક્ષ્મીનારાયણ સોસાયટી, તિરૂપતિ ટાઉનશીપ વિવિધ વિસ્તારોમાં સ્થાપના કરવામાં આવી હતી. આ ઉપરાંત ડીસા તાલુકાના વડાવલમાં પણ  યુવક મંડળ દ્વારા ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે રોજ રાત્રે રાસગરબા રાખવાં આવ્યા છે. જ્યારે ભાદરવા અગીયારસને દિવસે રંગેચંગે વિસર્જન કરવામાં આવશે.

Tags :