02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / બનાસકાંઠા / અંબાજી નજીક બટાકા ભરેલી ટ્રક પહાડ સાથે અથડાઈ આગમાં લપેટાતાં દોડધામ

અંબાજી નજીક બટાકા ભરેલી ટ્રક પહાડ સાથે અથડાઈ આગમાં લપેટાતાં દોડધામ   28/10/2018

શક્તિપીઠ અંબાજી ગુજરાત અને રાજસ્થાન બોર્ડર પર આવેલું શક્તિપીઠ છે અંબાજી ધામ ના વચ્ચે થી આબુ હાઇવે નીકળે છે અને આ ધામ મા બાયપાસ માર્ગ ન હોવાથી અહીં થી મોટી મોટી ગાડીઓ માલ ભરીને અંબાજી તરફ ના માર્ગો પર અવરજવર કરતી હોય છે આજે અંબાજી થી હડાદ માર્ગ પર રાણપુર બંગલા ગામ ની સીમ મા પંજાબ થી ૩૦ ટન બટાકા ભરીને હિંમતનગર તરફ જતા આ ટ્રક નો સ્ટિયરિંગ લોક થઇ જતા આ ટ્રક ધડાકા સાથે પહાડ સાથે અથડાયું હતુ અને અથડાતા ની સાથે જ આ ટ્‌ર્ક મા આગ લાગી જતા આ હાઇવે માર્ગ પર અફરાતરફી નો માહોલ થઇ જવા પામ્યો હતો , અને ટ્રક ના ડ્રાયવર અને ક્લીનર કાચ તોડી બહાર નીકળ્યા હતા આ હાઇવે આબુ અમદાવાદ માર્ગ છે આજે બનેલી ઘટના બાદ ૧૦૮ , ફાયર અને પોલીસ ઘટના સ્થળે આવી હતી અને આ ટ્‌ર્ક ના ડ્રાયવર અને ક્લીનર ને અંબાજી કોટેજ ખાતે ખસેડવામાં આવ્યા હતા. 
 રાણપુર ગામની સિમ માં બપોરે પંજાબ ના પટિયાલા થી ૩૦ ટન બટાકા ભરેલી ટ્રક અંબાજી થઇ હિંમતનગર તરફ જતી હતી ત્યારે સ્ટેરીંગ લોક થઇ જતા આ ટ્રક સામે ના પહાડ સાથે ધડાકા સાથે અથડાતા ટ્રક માં મોટી આગ લાગી હતી અને આ સમયે ટ્રક ના ડ્રાયવર અને ક્લીનર કાચ તોડી બહાર નીકળ્યા હતા અને ત્યારબાદ ફાયર ની ટીમ ઘટના સ્થળે આવી આગ કાબુ માં લેવા ઘણા પ્રયાસ કર્યા હતા પણ આ ટ્રક ની આગ ભારે હોઈ ફાયર ની ટીમ ને ઘણી મહેનત કરી આગ પર કાબુ મેળવ્યો હતો , ત્યારબાદ ૧૦૮ અંબાજી મારફતે આ ડ્રાયવર અને ક્લીનર ને સારવાર માટે અંબાજી ની સરકારી કોટેજ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને તત્યારબાદ અંબાજી પોલીસ આવી વધુ તપાસ હાથ ધરી હતી આ આગ ની હોનારત બાદ અહીં થી પસાર થતા લોકો માં ભય નો માહોલ છવાઈ જવા પામ્યો હતો ,બસ ના ડ્રાયવર ના જણાવ્યા મુજબ અમારા ફોન અને રૂપિયા આગ મા બળીને ખાખ  થઇ ગયા હતા
 

Tags :