ધાનેરા : ડીઝલનો જથ્થો ઝડપાયો

ધાનેરા તાલુકાના ગામેથી ગેરકાયદેસર ડીઝલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. બાતમીને આધારે એસઓજી દ્રારા રેડ કરવામાં આવી હતી. જેમાં ૫,૬૮૦ લીટર ડીઝલના ગેરકાયદેસર જથ્થા સાથે બે ઇસમોની અટકાયત કરવામાં આવી છે. ડીઝલ અંગે કોઇ સ્પષ્ટતા ના કરી શકવાના કારણે બંને વિરૂધ્ધ પોલીસે ફરીયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.બનાસકાંઠા જીલ્લાના ધાનેરા તાલુકાના માલોત્રા ગામેથી ગેરકાયદેસર ડીઝલનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. એસઓજીને બાતમી મળી હતી કે, માલોત્રાના ખેતરમાં ગેરકાયદેસર ડીઝલનો મોટી માત્રામાં જથ્થો છે. જેથી અચાનક રેડ કરી અને ખેતરમાંથી બે ઇસમોની અટકાયત પણ કરવામાં આવી હતી. જોકે બંને ઇસમો ડીઝલના ૫,૬૮૦ લીટર જથ્થાને લઇ કોઇ સ્પષ્ટતા ના કરી શકતા તેમના વિરૂધ્ધ ઈપીકો કલમ ૨૮૫ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.