બનાસકાંઠા, પાટણ અને કચ્છમાં ભેંસ ચોરતી ટોળકીનો પર્દાફાશ

 
 
                                              ભીલડી પોલીસે બનાસકાંઠા, પાટણ અને કચ્છ જિલ્લામાં ભેંસ ચોરીનો તરખાટ મચાવતી ટોળકી ઝડપી પાડી તેમણે ચોરેલ નવ ભેંસોનો કબ્જા મેળવી ટોળકીના ફરાર બે મુખ્ય સુત્રધારોને ઝડપવાના ચક્રો ગતિમાન કર્યા છે. 
જિલ્લા પોલીસ વડા પ્રદીપ સેજુલની સુચનાથી ભીલડી પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ એસ.વી.આહીરે પોતાના સ્ટાફ હેડ કોન્સ્ટેબલ દીલીપભાઈ તથા પો.કોન્સ્ટેબલ અરજણભાઈ ચૌધરી રાઈટર શૈલેષભાઈ, પો.કો. ખુમાભાઈ, પો.કો. દિલીપભાઈ પ્રજાપતિ વગેરે સાથે મીલકત સંબંધી ગુના અટકાવા પટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એક પીકડાલુ (નં.જીજે૦પ એ.યુ.૧૬૯૯) આવતાને અટકાવીને તપાસ કરતા તેમાં બે ભેસ નં.ર ભરેલી હતી. 
પીકડાલાની અંદર બેઠેલા બે ઈસમો નાગજીભાઈ માલાભાઈ માજીરાણા (રહે. કુંવાતા તા. દિયોદર) અને હડાજી સ્વરૂપજી કોળી (રહે. ચીભડા તા. દિયોદર) ને ભીલડી પી.એસ.આઈ  એસ.વી. આહીરે કડક પુછપરછ કરતાં આ બે ભેંસોની ચોરીની હોવાનું કબુલ કરેલ. બાદમાં પી.એસ.આઈ વધુ કડક પુછપરછ કરતાં બન્ને ઈસમોએ ૯ ભેંસો તેમજ નાની પાડી મળીને કુલ અગીયાર ભેંસોની ચોરી કબુલ કરેલ. 
બન્ને આરોપીઓને સઘન પુછપરછ કરતાં બાકી નવ ભેંસો થરાદ તાલુકાના મલુપુરના ઠાકરણીભાઈ રાજાભાઈ હરીજનના ખેતરમાં બાંધેલ મળી આવેલ જેથી એ નવ ભેંસોનો પણ કબજા લઈ ભીલડી પોલીસે રતનપુરા ગામે પ્રજાપતિ જીવાભાઈ ગણેશભાઈના ફાર્મ પર રાખવામાં આવેલ છે.અને ટોળકીના ફરાર બંને સૂત્રધારોને ઝડપવાના ચક્રો ગતિમાન કર્યા છે. ભેંસ ચોરની ટોળકીનો પર્દાફાશ થતા પશુપાલકોએ હાશકારો અનુભવ્યો છે. તેથી પોલીસની કામગીરી દીપી ઉઠી છે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.