AMTSની હવે અડધોઅડધ બસ BRTS કોરિડોરમાંથી દોડશે

અમદાવાદ: શહેરમાં ટ્રાફિક નિયમન માટે એક તરફ તંત્ર દ્વારા ઓપરેશન ડિમો‌લિશનનો ધમધમાટ ચાલુ છે તો બીજી તરફ વધુ ને વધુ એએમટીએસની બસને બીઆરટીએસ કોરિડોરમાંથી દોડાવાઇ રહી છે.

આના કારણે મિક્સ ટ્રાફિક પરનું ભારણ ક્રમશઃ ઘટાડવામાં અાવી રહ્યું છે એટલે હવે એએમટીએસની અડધોઅડધ બસ બીઆરટીએસ કોરિડોરમાંથી દોડતી થઇ છે.

એએમટીએસ દ્વારા આજથી રૂટ નંબર રર, પ૬, પ૬/૧, પ૮, ૭૪, ૭પ, ૧ર૩/૧, ૧૩૦ શટલ, ૧૩૭, ૧૩૭ શટલ, ૧૩૭/૧, ૧૪૪, ૧૬૦, ૪૦૦ અને પ૦૦ એમ કુલ ૧૪ રૂટની કુલ ૮૦ બસને જ્યાં બીઆરટીએસ કોરિડોર હશે ત્યાં બીઆરટીએસ કોરિડોરમાં દોડાવવાનો નિર્ણય લેવાયો છે.

બીઆરટીએસ કોરિડોરમાં એએમટીએસની બસ સંચાલિત કરવાના ભાગરૂપે તંત્ર દ્વારા તબક્કાવાર વધુ ને વધુ બસને બીઆરટીએસ કોરિડોરમાંથી દોડાવાઇ રહી છે, જોકે જે તે રૂટની બસના નિયત માર્ગમાં, ‌િશડ્યૂલ બસની સંખ્યામાં, ટિકિટદરમાં, કન્સેશન, ફ્રી પાસ સહિતની અન્ય સુવિધાઓ યથાવત્ રહેશે.

અત્યાર સુધી તંત્ર દ્વારા બીઆરટીએસના એસ.પી.રિંગરોડ એપ્રોચ, ઓઢવ ગામ તળાવ, સારંગપુર દરવાજા, કર્ણમુક્તેશ્વર મહાદેવ, સોનીની ચાલી, મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ, પાંજરાપોળ, જોધપુર ચાર રસ્તા, યુનિવર્સિટી, ઇસ્કોન મંદિર, મેમ્કો ક્રોસ રોડ, ગીતામંદિર, સત્તાધાર ચાર રસ્તા એમ બીઆરટીએસના કુલ ૬૦ સ્ટેન્ડમાંથી કુલ ર૯ રૂટની કુલ ર૧૩ બસ દોડાવાઇ રહી છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.