સાબરકાંઠા જિલ્લાને હરિયાળો બનાવવા શાળાઓ દ્વારા ૧.૭૫ લાખ રોપાઓનો ઉછેર કરાશે

 દિન પ્રતિદિન વાતાવરણમાં ગ્લોબલ ર્વોમિંગની અસર વધી રહી છે જેને અટકાવવા  અને પર્યાવરણને શુધ્ધ બનાવવા આ વર્ષે ૧૫મી ઓગષ્ટના વિશેષ દિવસે એટલે કે સ્વતંત્રતા દિને સાબરકાંઠા જિલ્લાની ૩૨૬ માધ્યમિક તેમજ ૧૨૨૩ પ્રાથમિક સ્કુલોમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાશે. જે આપણી નવી પેઢી જે શાળા સંકુલોમાં ઉછરી રહી છે તે ભાવિ પેઢી પ્રદૂષણ નામના દુશ્મનથી આઝાદી અપાવી શકે  તેવા ભાવ સાથે આ વૃક્ષારોપણનું મહાભિયાન હાથ ધરવામાં આવશે  શાળામાં ભણતા વિધાર્થીઓમાં પર્યાવરણ વિશે જાગૃતિ લાવવા અને તેમને વૃક્ષોનુ મૂલ્ય સમજાય તેવા ઉદ્દેશ્ય સાથે આ વર્ષે જિલ્લામાં ૧૫મી ઓગષ્ટ જિલ્લાની દરેક સરકારી ,ખાનગી, ગ્રાન્ટેડ સ્કુલોમાં બાળક દિઠ એક વૃક્ષ વાવવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત સમગ્ર જિલ્લામાં ૧.૭૫ લાખ રોપાઓનું વાવેતર કરવામાં આવશે.  ગ્લોબલ ર્વોમિંગ અને પ્રદૂષણ થી પર્યાવરણને વ્યાપક નુકશાન થઈ રહેલ છે. પર્યાવરણને થતા નુકશાનને ઓછુ કરવાના પ્રયાસો થવા ખૂબ જરૂરિ છે. સાથે સાથે પર્યાવરણની જાળવણી સંરક્ષણ માટે જનજાગૃતિ વધે તે પણ ખૂબ જ મહત્વનુ છે. શાળાના બાળકો  થકી આ પ્રયાસ થવાથી તેની અસર વધુ થાય તે હેતુથી જિલ્લામાં ૧.૭૫ લાખ વૃક્ષો વાવી તેનો ઉછેર કરવામાં આવશે. જેથી આપણી આવનારી પેઢી પર્યાવરણના જતનનુ મહત્વ સમજે અને વૃક્ષોના વિકાસની સાથે દેશ અને પર્યાવરણના વિકાસનો માર્ગ પણ મોકળો બને. 
 આપણી ભારતીય પરંપરા મુજબ ગુરૂકુલો પહેલા જંગલોમાં બનાવામાં આવતી જેથી પ્રકૃતિની ગોદમાં વિધાર્થીઓ પર્યાવરણ અને વેદોનુ જ્ઞાન મેળવતા હતા. આજે સરકારના એક બાળ એક વૃક્ષ થકી વૃક્ષોનુ પ્રમાણ વધવાથી શાળાનુ વાતાવરણ શુધ્ધ રહેશે જેથી બાળકોનુ સ્વાસ્થ સુધરશે અને  કુદરતી વાતાવરણમાં પ્રફુલ્લીત મનથી અભ્યાસ કરી શકે. વાતાવરણને શુધ્ધ રાખવા અને ગરમી ઘટાડવા વૃક્ષો અનિવાર્ય બન્યા છે. વિધાર્થીઓમાં  પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા વિવિધ વૃક્ષો વાવી તેનો ઉછેર કરવો બાળકોમા શોખ તરિકે જન્મે અને ભવિષ્યમાં આ નાગરિકો દ્રારા પર્યાવરણ જાળવણીના નક્કર પગલા લેવાય આ કાર્યર્ક્મનો ઉદ્દેશ્ય છે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.