02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / સાબરકાંઠા / સાબરકાંઠા જિલ્લાના હડિયોલ ગામે ૨ વર્ષનો નિશ્વા પટેલ રોજ સરદાર પટેલની તસ્વીરને નમન કરે છે

સાબરકાંઠા જિલ્લાના હડિયોલ ગામે ૨ વર્ષનો નિશ્વા પટેલ રોજ સરદાર પટેલની તસ્વીરને નમન કરે છે   22/10/2018

અખંડ ભારતના શિલ્પી એવા સરદાર પટેલના આદર્શો અને રાષ્ટર્ભાવ ઘરે ઘરે ગુંજતા થાય તેવા ઉચ્ચતમ ધ્યેય સાથે સમગ્ર રાજ્યમાં આજથી “એકતા રથ યાત્રા”નો પ્રારંભ થયો છે.
સાબરકાંઠા જિલ્લામાં આજે હડિયોલ ખાતેથી રથનું પ્રસ્થાન મહેસૂલ મંત્રી શ્રી કૌશિકભાઈ પટેલે  કર્યું હતું.
હિંમતનગર નજીક હડિયોલ ખાતે યોજાયેલા આ રથ પ્રસ્થાન પૂર્વે ગામના માત્ર ૨ વર્ષના નિશ્વા કિંજલભાઈ પટેલે રથ પર મુકાયેલી સરદાર પટેલની પ્રતિમાને નમન કર્યું ત્યારે લોકોએ હર્ષનાદથી વધાવી લીધુ હતું. સ્વચ્છતા અને વિકાસના પર્યાય સમું આ ગામ સાધન સંપન્ન છે.
 નિશ્વા પટેલના દાદી કહે છે કે, “ અમે રોજ ઘરમાં ભગવાનની પૂજા કરીએ છીએ. ભગવાનની મૂર્તિ-તસ્વીરો સાથે સરદાર પટેલની તસ્વીર પણ અમારા ઘરમાં છે. અમને જોઈને મારો પૌત્ર નિશ્વા પણ રોજ ભગવાનની તસ્વીરોની સાથે સરદાર પટેલની તસ્વીરને પણ નમન કરે છે. આજે રથ પર સરદાર પટેલની પ્રતિમા જોઈને અત્યંત સાહજિક રીતે જ મારા પૌત્રએ નમન કર્યા હતા. તેના આ સંસ્કારથી અમને બધાને ગૌરવ છે...”ઃ એમ તેમણે ઉમેર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે આ એક્તા રથ સાબરકાંઠા જિલ્લામાં બે ભાગમાં ૪૧૮ ગામોમાં પરિભ્રમણ કરશે. તે દરમ્યાન સરદાર પટેલના જીવન-કવન પર નિર્મિત ટેલિફિલ્મ બતાવાશે. સાથે સાથે રાત્રિ ગ્રામ સભા યોજીનેખેડૂતોના તથા અન્ય પ્રશ્નોનું નિરાકરણ કરાશે. 

Tags :