ધાનેરામાં દૂધ શીત કેન્દ્રની સામે આવેલ ભાંગરીની જગ્યામાં ગઈકાલે રાત્રે અચાનક આગ લાગતાં અફડાતફડી મચી ગઈ હતી.આગ લાગ્યાની જાણ થતા ધાનેરા નગર પાલિકાની ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોચી ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી.આ બનાવને લઇ લોકોમાં દોડધામ મચી ગઈ હતી.