ઘીકાંટા પાસે ત્રણ દુકાનોમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ

અમદાવાદના રીલીફ રોડથી કાંટા ચાર રસ્તા પીર મહોમદ શાહ રોડ પરની બુટની દુકાનમાં ગઇ કાલે મોડી સાંજે એકાએક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગણતરીની મિનિટોમાં જ આગની ઝપટમાં ત્રણ બુટ-ચંપલની દુકાનો આવી ગઇ હતી. આ દુર્ઘટનામાં કોઇને ઇજા કે જાનહાની થઇ ન હતી. ઘટનાની જાણ થતા જ ફાયરબ્રિગેડના 6 જેટલા વાહનો આવી ગયા હતા. જોકે ગીચ વિસ્તાર, ટ્રાફિકથી ચક્કાજામની સ્થિતિ ફાયરબ્રિગેડને ઘટના સ્થળ પર પહોચવામાં સમય લાગ્યો હતો. સતત પાણીનો મારો ચલાવીને આશરે અઢી કલાકની ભારે જહેમત બાદગ આગ પર કાબૂ મેળવાયો હતો. વીજ મીટરમાં શાર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. દુકાનમાં રબડ, પ્લાસ્ટિક, કાગળના ખોખા હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.