કાંકરેજ તાલુકાના ચાંગા નર્મદા નહેરમાં બે યુવતીઓેએ ઝંપલાવ્યું

કાંકરેજ તાલુકાના ચાંગા નર્મદા કેનાલમાં એક સાથે બે યુવતીઓ કુદી પડી શોધખોળ ચાલુ.
 
પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના ચાંગા નર્મદા કેનાલમાં કોઈ અગમ્ય કારણોસર બે યુવતીઓએ એક સાથે ઝંપલાવ્યું એની અનેક અટકળોનો દોર શરૂ થયો છે. જોકે પોલીસ ઘટનાસ્થળ ઉપર આવી સ્થાનિક તરવૈયાઓની મદદથી બંને યુવતીઓની શોધખોળ શરૂ કરી દિધી પરંતુ હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નહિ આમ વારંવાર છાશવારે આવી ડુબવાની અને આત્મહત્યા કરવા માટે ચાંગાની નર્મદા કેનાલ હોટ ફેવરીટ થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. 
 
એક દિવસ પહેલાં આકોલીનો એક યુવાન ખારીયા કેનાલમાં ડુબી મર્યો ત્યારે ચાંગામાં એક સાથે બે યુવતીઓના એકસાથે કોઈ અગમ્ય કારણસર પડતું મુકવાની ઘટના સામે આવતાં હાહાકાર મચી જવા પામ્યો છે ત્યારે તાલુકાના તંત્ર દ્વારા તરવૈયાની વ્યવસ્થા કરવામાં આવી હતી અને યુવતીઓના મૃતદેહની શોધખોળ શરૂ કરી હતી પણ સતત બે કલાક સુધી દિનેશ ચૌધરી અને બીજા લોકો પણ પાણીમાં પડીને શોધખોળ શરૂ કરી છે ત્યારે આ રીતે એક સાથે બંને યુવતીઓએ કેમ કેનાલમાં ઝંપલાવતાં અનેક પ્રશ્નો ઉભા થવા પામ્યા છે ત્યારે હવે આ યુવતીઓ કોણ છે કયાંની છે ? અને કયા કારણોસર કેનાલમાં કુદી એ વિશે હજું જાણકારી મળી નથી.જોકે થરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.