02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Banaskantha / અંબાજી આર એન્ડ બી વિભાગમાં ટેન્ડરનું કૌભાંડ સામે આવ્યુ

અંબાજી આર એન્ડ બી વિભાગમાં ટેન્ડરનું કૌભાંડ સામે આવ્યુ   17/06/2019

અંબાજી શક્તિપીઠ ગુજરાત અને રાજસ્થાન સીમા પર અરાવલી પહાડોમાં સરસ્વતી નદી કિનારે વસેલું છે, આ ધામમાં ગુજરાત અને વિશ્વભરમાથી માતાજીના ભક્તો માતાજીના દર્શન કરવા આવતા હોય છે અને દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે. આ ધામમાં તમામ વિભાગોની ઓફિસો આવેલી છે અંબાજી ધામ ગુજરાતના સૌથી પછાત તાલુકા દાંતામાં પહાડો પર વસેલું ધામ છે. આ ધામના  તાલુકામાં જે કૌભાંડો થયા છે તેવા કૌભાંડો ગુજરાતના કોઈ વિસ્તારમાં થયા નથી આવોજ એક મહાગોટાળો બહાર આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે આ મહા કૌભાંડ ઘણા સમયથી અધિકારીઓની મીલીભગતથી વ્યવસ્થિત રીતે ચાલી રહ્યો છે, અંબાજી જુનાનાકા વિસ્તારમાં આવેલી આર એન્ડ બી ઓફિસ દ્વારા દર વર્ષે બહાર પાડવામાં આવતા વાર્ષિક ટેન્ડરોમાં મહા ગોટાળા થયા છે જેની કમીટી બનાવી તપાસ કરવામાં આવે તો મોટા મોટા અધિકારીઓ જેલના સળીયા પાછળ જાય, ખાનગી રાખવામાં આવતી આ ભ્રષ્ટ ટેન્ડર પક્રિયાની આખા અંબાજી અને દાંતા ગામમાં જોરશોરથી ચર્ચા ચાલી રહી છે આવા કામોના એક જ દિવસમાં ટેન્ડર ફી લઇ સાંજે ટેન્ડર પક્રિયા કલોઝ કરી બીજા કોઈ કોન્ટ્રાક્ટરોને કોપી લેવા દીધેલ નથી અને અંબાજી બહારના પોતાના મળતિયા કોન્ટ્રાકરોને અંબાજી બોલાવી માત્ર 6 થી 7 કલાકમાં તમામ કામો આપવામા આવ્યા છે.
 
અંબાજીમાં આવેલી આર એન્ડ બી ઓફીસ દ્વારા ટેન્ડર ક્લાર્ક, એસઓ અને ડેપ્યુટી ઈજનેર સાથે મળી અમદાવાદ, મહેસાણા અને દાંતા જેવા ગામોના અંગત મળેલા કોન્ટ્રાક્ટરોને ખાનગીમાં ફોન કરીને માત્ર એક જ દિવસે બુધવારે ટેન્ડર કોપીની ફી લઈને માત્ર મળતીયા 5 થી 6 કોન્ટ્રાકટ રોજ આવેલા કામોના ટેન્ડર કોપી આપી બે-બે કામો સરખા ભાગે વહેંચી લઇ આવા કૌભાંડો કરી રહ્યા છે અને આ કારણે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રીના "સબકા સાથ સબકા વિકાસ"ના સુત્રને ખરાબ કરી રહ્યા છે, ગુજરાતનું મહેસૂલ ખાતુ આ બાબતે કાયદેસર અંબાજી આર એન્ડ બી ઓફિસની મુલાકાત લઇ તપાસ કરે તો મોટા મોટા અધિકારીઓ જેલમાં જાય અને બીજા સાથ આપનારા કર્મચારીઓ પણ નોકરી માથી સસ્પેન્ડ થાય, અંબાજીના જાગૃત નાગરીકોની માંગ છે કે આ બાબતે તપાસ કરી ઘણા સમયથી ચાલી આવતી આ બારોબાર ટેન્ડર સેટિંગ પ્રથા બંધ થાય, અંબાજી માર્ગ અને મકાન વિભાગ તરફથી દર વર્ષે વાર્ષિક કામોના ઇજારાના 2019 -20ના કામોના 14થી 15 ટેન્ડર બહાર પાડવામા આવેલ છે. અને આવા તમામ કામોની ગુણવતા સામે આવા ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો મોટા પાયે  કૌભાંડો આચરી રહ્યા છે.

Tags :