02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / પત્નીના આડાસબંધના કારણે કરી પતિએ હત્યા, પત્નીનું કાપેલું માથું પ્લાસ્ટિકની થેલીમાં ભરીને જાતે જ પહોંચ્યો પોલીસ-સ્ટેશન

પત્નીના આડાસબંધના કારણે કરી પતિએ હત્યા, પત્નીનું કાપેલું માથું પ્લાસ્ટિકની થેલીમાં ભરીને જાતે જ પહોંચ્યો પોલીસ-સ્ટેશન   14/09/2018

કર્ણાટક: ચિકમગલૂરમાં સતીશ નામના 35 વર્ષના વ્યક્તિએ ગુસ્સામાં આવીને પોતની જ પત્નીનું કાસળ કાઢી નાખ્યું અને પછી ધડથી માથું અલગ કરી દીધુ. કાપેલું માથું પ્લાસ્ટિકની થેલીમાં ભરીને તે જાતે જ 20 કિલોમીટર દૂર આવેલા પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કરવા પણ ગયો. પોલીસ સ્ટેશને પહોંચ્યા પછી પણ તેનો ગુસ્સો શમ્યો નહોતો. તેના એક હાથમાં ધારીયું હતું અને બીજા હાથમાં પત્નીનું માથું ભરેલી પ્લાસ્ટિકની થેલી.
 
- તેણે વાળ વડે માથું થેલીમાંથી બહાર કાઢીને પોલીસને બતાવ્યું અને પોતે તેની હત્યા કરી છે એવું કહ્યું. નવ વર્ષ પહેલાં તેના લગ્ન રૂપા નામની છોકરી સાથે થયેલાં.
 
- થોડાક વર્ષ પછી રૂપાને ગામના બીજા યુવક સાથે પ્રેમ થઇ ગયેલો. સતીશને એ વાતની ખબર પડી તો પહેલાં તો તેણે બન્નેને વોર્નિગ આપીને છોડી દીધા. 
 
- જોકે પત્ની એ પછી પણ ચોરીછુપીથી પ્રેમીને મળતી રહી હતી. એકવાર સતીશ બેન્ગલોર ગયેલો અને ત્યાંથી પાછો આવ્યો ત્યારે તેણે રૂપાને પેલા પ્રેમી સાથે જોઇ.તેણે ધારીયુ ઉપાડીને બન્ને પર હુમલો કર્યો. પેલો પ્રેમી થોડોક ઘાયલ થયો, પણ જીવ બચાવીને ભાગવામાં સફળ રહ્યો.
 
- પોતાની પત્નીને તેણે મારી નાખી. તેનો ગુસ્સો એટલો હતો કે માથુ ઘડથી અલગ વાઢી નાખ્યું એ પછી તે હત્યાનો પુરાવો સાથે લઇને પોલીસ-સ્ટેશને આવી ગયો. 

Tags :