લોરવાડા ૬૬ કેવી સબ સ્ટેશનમાં માત્ર ૧૦ કલાક વિજળી મળતા રોષ

 
રાજ્યભરમાં વરસાદ ખેંચાતા ખરીફ પાકના વાવેતર પર સંકટ તોળાઈ રહ્યુ છે. ઉભા પાકને બચાવી લેવા રાજ્ય સરકારે આઠ કલાકના બદલે દશ કલાક વિજળી આપવાનો નિર્ણય કર્યો છે. જેનો અમલવાર થઈ રહ્યો છે તેમ છતાં ભીલડી સબ ડિવિઝન હેઠળ આવતા લોરવાડા કેવી સબ સ્ટેશનમાંથી નીકળતી તમામ લાઈનો પર દશના બદલે માત્ર આઠ કલાક વીજ પુરવઠો આપવામાં આવી રહ્યો છે આ બાબતે વિજ કંપનીના અધિકારીઓને પૂછતાં ટેકનીકલ ખામીના કારણે દશ કલાક વિજ પૂરવઠો આપવામાં આવતો નથી કંસારી ફિડરમાંથી નીકળતી વિજ લાઈન પર ત્રણ સબ સ્ટેશન જાડાયેલા હોવાથી વિજ લોડ વધી જાય છે. જેના કારણે લોરવાડા સબ સ્ટેશન ઉપરાંત અન્ય બે સબસ્ટેશનમાં માત્ર આઠ કલાક વિજ પૂરવઠો આપવામાં આવી રહ્યો છે તેવી કબુલાત કરી હતી. 
વરીદ ખેંચાતા ખરીફ પાકને વધારાનો વિજપુરવઠો ન મળતા પુરતા પ્રમાણમાં પિયત થઈ શકતુ નથી જેથી ઉભો પાક મુરઝાવા લાગ્યો છે વિજ કંપનીની ટેકનીકલ ખામીઓનો ભોગ ખેડૂતોને બનવું પડી રહ્યુ છે. આ બાબતે ઈશ્વરભાઈ દેસાઈ (પ્રમુખ કિશાન ક્રાંતી સંગઠન) એ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ખેડૂતોને માત્ર ભ્રામક જાહેરાતો કરી ભોળવી રહી છે. સબ સ્ટેશનોમાં પુરતા પ્રમાણમાં વીજ પુરવઠો આપવાની ક્ષમતા નથી ત્યારે આવી જાહેરાતો પોકળ સાબિત થઈ રહી છે ત્યારે અધિકારીઓ ખેડૂતોના હીતમાં યોગ્ય કરે તે જરૂરી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.