૫૧૦૦ આપો નહીતર લોક લગાવી દઇશું : થરાદમાં નકલી ફુડ ઇન્સેપક્ટરો ઉતર્યા

 
                       
 
                                        થરાદ શહેરમાં રવિવારે કાંગ્રેસનો ખેસ પહેરીને આવેલા બે શખસોએ નાસ્તા હાઉસ ની દુકાનોમાં ગ્રાહક સુરક્ષા તેમજ ફ્રુડ વિભાગ ગાંધીનગર નામે ઓળખાણ આપી રૂપિયા પડાવતાં ચકચાર મચવા પામી હતી.જોકે મિડીયા આવતાં હિંમત ખુલતાં વેપારીઓએ તેમનાં આઇડી પ્રુફ માંગતાં બંન્ને જણા રિક્ષામાં બેસીને રફુચક્કર થઇ જતાં ખળભળાટ મચવા પામ્યો હતો.આખરે આ બંન્ને અધિકારીઓ કોણ હતા તેને લઇને સ્વીટ માર્ટના વેપારીઓમાં ભરશિયાળે ગરમાગરમ ચર્ચાઓ જામી હતી.
થરાદ શહેરમાં રવિવારે શહેરની સ્વીટ મંર્ટ (નાસ્તા હાઉસ)ની દુકાનોમાં ગ્રાહક સુરક્ષા તેમજ ફ્રુડ વિભાગ ગાંધીનગર નામે ઓળખાણ આપી બે શખસો આવ્યા હતા. જે પૈકી એકને કાંગ્રેસનો ખેસ પહેરવા હતો. જેમણે ગાંધીનગરથી આવ્યા હોવાનું જણાવી વેપારીઓને કેમ રવિવારે દુકાનો ચાલુ રાખી છે તેમ કહીને તેમના લાયસન્સની માંગણી કરી હતી. આથી વેપારીઓ ગભરાયા હતા. જોકે તેમણે ફરસાણના દુકાનદારોને  બિવરાવી જ્યાં ગયા ત્યાં દુકાનદારો પાસે હજારો રૂપિયાની માંગણી કરી રૂપિયા નહિ આપોતો દુકાનો શીલ કરવાની ધમકીઓ પણ આપી હતી.
આથી નગરના પાંચ પૈકી બે વેપારીઓએ તેમને રૂપીયા પણ આપ્યા હતા. જોકે અમુક દુકાનદારોએ મીડિયા બોલાવવાની વાત કરીને તેમનાં આઇ.કાર્ડ માંગતાં આવેલા નકલી અધિકારીઓ રિક્ષામાં બેસીને રફુચક્ક થઇ ગયા હતા.જો કે આવેલા કથિત અધિકારીના નામ મુકેશભાઈ બારોટ તેમજ જયેશભાઇ પટેલ હોવાનું જાણવા મળ્યું છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.