મહિલાએ બે વિદ્યાર્થિનીને કારની ટક્કરથી ઉછાળી દેતા એક માસુમ વિદ્યાર્થીનું કરુણ મોત

રાજકોટ: ગત મંગળવારે યુનિવર્સિટી રોડ પર બોમ્બે હાઉસિંગ સોસાયટીમાં રૂમ ભાડે રાખીને રહેતી અને વીરબાઇમા મહિલા કોલેજમાં બીસીએમાં અભ્યાસ કરતી ચાર્મી વિઠલભાઇ વઘાસિયા (ઉ.વ.18), ગોપી અશ્વિનભાઇ પરસાણા (ઉ.વ.18) તથા તેની સહેલી સોમનાથ સોસાયટીમાં રહેતી નેન્સી દિનેશભાઇ સાપરિયા  કોલેજે જવા ચાલીને પંચાયતનગર ચોક બસ સ્ટોપે જવા નીકળ્યા હતા. ત્યારે ચાર્મી મોદી નામની મહિલાએ પાછળથી બંનેને કારની ઠોકરે લીધી હતી. જેમાં ચાર્મી વઘાસીયાનું મોત નીપજ્યું હતું અને ગોપીને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી. બંને વિદ્યાર્થિનીને ફૂટબોલની જેમ ઉલાળી હતી તે ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે.
 
નેન્સી રસ્તાની સાઇડમાં ચાલી રહી હોવાથી તેનો ચમત્કારિક બચાવ થયો હતો. પરંતુ ચાર્મી વઘાસિયા કારની ઠોકરે ફૂટબોલની જેમ ઉછળી હતી. ઘટનાને પગલે લોકોના ટોળાં એકઠા થઇ ગયા હતા. બબ્બે વિદ્યાર્થિનીને ઠોકરે લેનાર કારની ચાલક મહિલા હતી અને બે યુવતીને ઉલાળનાર મહિલા કાર મૂકીને નાસી ગઇ હતી. પોલીસે ગોપી પરસાણાની ફરિયાદ પરથી ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી અને ચાર્મી અપૂર્વ મોદીની ધરપકડ કરી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, કારચાલક ચાર્મી મોદી તેના પુત્રને એસએનકે સ્કૂલેથી મૂકીને પોતાના ઘર તરફ જતી હતી ત્યારે રસ્તામાં કૂતરું આડું ઉતરતાં ચાર્મી મોદીએ સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને ચાર્મી વઘાસિયાનું કારની ઠોકરે મોત નીપજ્યું હતું.
 
જેતપુરના મેવાસા ગામની વતની ચાર્મી વઘાસિયા બે બહેન અને એક ભાઇમાં વચેટ હતી. અભ્યાસમાં તેજસ્વી ચાર્મી રાજકોટમાં રૂમ રાખીને વીરબાઇમા મહિલા કોલેજમાં બીસીએમાં અભ્યાસ કરતી હતી તેના પિતા ખેતી કરી ગુજરાન ચલાવે છે. પુત્રીના આકસ્મિક મોતની જાણ થતાં મેવાસાથી ચાર્મીના પરિવારજનો રાજકોટ દોડી આવ્યા હતા અને પુત્રીનો મૃતદેહ જોઇ તેમણે કરેલા આક્રંદથી ગમગીની છવાઇ ગઇ હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.