બનાસકાંઠા અને પાટણમાં ભરશિયાળે અષાઢી માહોલ જામ્યો

બનાસકાંઠા અને પાટણ જીલ્લામાં અચાનક વાતાવરણમાં પલટોઆવતાં ગાજવીજ અને પવન સાથે વરસાદની રીએન્ટ્રી
થઇ છે. વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકશાન થવાની ભીતિસેવાઇ છે. તીવ્ર ઝડપથી પવન સાથે વરસાદ આવતાં ભરશિયાળે ચોમાસાનો માહોલ ઉભો થયો છે. શિયાળાની શરૂઆતથી જ કમોસમી વરસાદમાં ખેડૂતોની હાલત કફોડી બની છે.
 
સુઇગામ, વાવ અને દિયોદર પંથકમાં જોરદાર પવન સાથે વરસાદ પડતાં ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા છે. અચાનક શિયાળું સિઝન વચ્ચે વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોમાં ફફડાટ ઉભો થયો છે. આ તરફ પાટણ જીલ્લાના રાધનપુર, હારીજ અને સમી પંથકમાં ગાજવીજ સાથે ચોમાસાની જેમ વરસાદ વરસતા હવામાનમાં મોટો ફેરબદલ આવ્યો છે. અચાનક વરસાદથી કેટલાક પાકોને રાહત જ્યારે અનેક ઉભા પાકોને નુકશાની થવાની નોબત જોતા ખેડૂતો ચોંકી ઉઠ્યા છે.
 
મહેસાણા, પાટણ, બનાસકાંઠા જીલ્લાના અનેક વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ સર્જાયું છે. જેમાં હવામાન વિભાગના જણાવ્યા મુજબ 12 ડિસેમ્બરે હળવો વરસાદની આગાહી મુજબ ઉત્તર ગુજરાતમાં અનેક જગ્યાએ ભરશિયાળે વરસાદી માહોલ છવાયો છે. કમોસમી વરસાદને કારણે રવિપાકનો સોથ વળી જવાની ખેડૂતોમાં ચિંતા પેઠી છે. જુવાર, તેલિબિયા, વરિયાળી, જીરૂ સહિતના પાકોને મોટાપાયે નુકશાન થવાની સંભાવના જોતા ખેડૂતોને રાત પાણીએ રોવાનો વારો આવ્યો છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.