ડીસા પાલિકા અને આરોગ્ય વિભાગનો ફરી સપાટો,148 એકમોમાં તપાસ કરી 16 હજાર ઉપરાંતનો દંડ વસુલાયો

બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસામાં હાલમાં ડેન્ગ્યુ સહિતની વાયરલજન્ય બીમારીઓએ માથું ઊંચકયું  હોઇ ઠેર ઠેર માંદગીના ખાટલા ઢળાયા છે.જેને ગંભીરતાથી લઈ ડીસા આરોગ્ય વિભાગ અને નગરપાલિકા દ્વારા ફરી તપાસ હાથ ધરી દંડનાત્મક કાર્યવાહી હાથ ધરી હતી.
ડીસામાં હાલમાં ડેન્ગ્યુ જેવી બીમારીએ માથું ઊંચક્યું હોઈ જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા આરોગ્ય અધિકારી અને મલેરિયા અધિકારીની  સૂચનાને પગલે પાણીજન્ય તથા વાયરલજન્ય બીમારીઓએ માથું ઊંચકયું હોઈ તેને અટકાયતી પગલાં લેવા માટે તાલુકા હેલ્થ વિભાગ અને નગરપાલિકા દ્વારા વિવિધ 10 જેટલી ટિમો બનાવી સર્વેક્ષણ માટે બુધવારે  બીજો રાઉન્ડ યોજ્યો હતો.જેમાં ડીસામાં વિવિધ સ્થળે તપાસ હાથ ધરી દુકાનો,મકાનો તેમજ કોમર્શિયલ યુનિટ સહિત  કુલ 148 એકમોમાં પહોંચી 694 પાણી ભરેલા પાત્રોની તપાસ કરતા 38 પાત્રોમાં પુષ્કળ મચ્છરની ઉત્પતિ જોવા મળી  હતી.જેના માટે  સરકારના નિયમ અનુસાર આ તમામ યુનિટને નોટિસ આપી રૂ. 16,850 નો દંડ પણ વસુલ કર્યો હતો.  આ કાર્યવાહી આગામી સમયે પણ ચાલુ રહેશે તેમ તાલુકા આરોગ્ય અધિકારી જીજ્ઞેશ હરિયાણીએ જણાવી લોકોને સહયોગ આપવાની અપીલ પણ કરી હતી.તંત્રની આ કડકાઇથી ગંદકી પ્રત્યે દુર્લક્ષય રાખતા કસુરવારોમાં ફફડાટ ફેલાયો છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.