વડગામ તાલુકાના ૫૦ જેટલા યુવકો હવે લોકરક્ષક પરીક્ષાથી વંચીત રહેશે

 
 
 
 
 
 
 
                        લોકરક્ષક પરીક્ષા ના પેપરલીક કાંડ માં પોલીસ તપાસ દરમિયાન રોજ નવા ખુલાસાઓ સામે આવી રહયા છે જેમાં આ કાંડ માં બનાસકાંઠા જિલ્લા નો વડગામ તાલુકો એપી સેન્ટર રહ્યો છે આ પેપરકાંડ માં તાલુકા ના ભાજપ નેતા સહિત કુલ સાત યુવકો ની એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચે અત્યાર સુધી માં ધરપકડ કરી છે જેમાં પોલીસ ને અનેક અહમ જાણકારીઓ મળી હોવા નું જાણવા મળે છે
પેપરકાંડમાં સામેલ વડગામ તાલુકા ના સાત જેટલા શખશો પાસે  થી  પોલિસ ને મળેલ  જાણકારી મુજબ આ લોકોએ તાલુકા ના ૫૦ કરતા વધુ પરિક્ષાર્થી ઓને પેપર ની જવાબવહીઓ આપેલ છે પોલીસે આ કાંડમાં સામેલ વિદ્યાર્થીઓને પરીક્ષા માંથી બ્લેક લિસ્ટ કર્યા ની જાહેરાત કરતા આકાંડ માં સામેલ તાલુકા ના વિદ્યાર્થી ઓમાં ફફડાટ વ્યાપી ગયો છે જોકે આરોપીઓ પાસે થી હજુ વધુ ખુલાસા ઓ અને કેટલા ના નામ બહાર આવે છે જે તપાસ નો વિષય છે જોકે  આવનાર સમય માં અન્ય ભરતી ની પરિક્ષાઓમાં આવા પેપરલીક કાંડ માં સામેલ વિદ્યાર્થી ઓને સરકાર દ્રારા બેસવા દેવા માં આવશે કે નહીં તે પણ વિષય તાલુકામાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે  પેપરલીક કાંડ માં વડગામ તાલુકા ના ૫૦ જેટલા યુવકો ની સંડોવણી ના કારણે તેઓ નું ભાવિ હાલ પૂરતું અંધકાર મય જણાઈ રહું છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.