સરહદી થરાદ પંથકમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ

થરાદ ઓરીસ્સાના તટ પર આવી ચડેલા પ્રચંડ ચક્રવાત ફાનીની અસર જાણે બનાસકાંઠાના સરહદી થરાદ પંથકમાં પણ જોવા મળી હોય તેમ શુક્રવારની ઢળતી સાંજે સુસવાટા મારતો ભારે પવન ફુંકાયો હતો.સાથે સાથે કમોસમી વરસાદ પણ શરૂ થયો હતો.જેના કારણે ચારેબાજુ આંધીનો માહોલ સર્જાવા પામ્યો હતો.અનેક પરીવારોના છાપરાંના પતરાં અને અન્ય હલકી ચીજવસ્તુઓ ઉડીને આકાશે પહોંચી હતી.અચાનક આવેલા ચક્રવાત જેવા માહોલના કારણે જનજીવન ઘડીક ભર માટે થંભી ગયું હોય એમ અસ્તવ્યસ્ત થવા પામ્યું હતું.જોકે કોઇ ભારે નુકશાનના સમાચાર પ્રાપ્ત થયા ન હતા.આંખ ખુલવા ન આપે તેવું છવાયેલું ધુળનું સામ્રાજ્ય રહીશોના રહેણાંકોમાં છવાતાં પશ્ચિમ દિશામાં દરવાજા ધરાવતી ગૃહિણીઓની સાફસફાઇની મહેનત પણ વધવા પામી હતી.માવઠાના છાંટા પડવાની સાથે જ વિજળી પણ ડુલ થઇ જવા પામી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.