પાલનપુરમાં રાજસ્થાન તરફથી આવતી લકઝરી અને એસ.ટી બસમાંથી રૂ.૩.૬૮ લાખ નો વિદેશી દારૂ ઝડપાયો

 રૂ.૧૩.૭૯ લાખના મુદ્દામાલ સાથે પાંચ શખ્સોની અટકાયત 
 
લોકસભા ચુંટણી ટાણે બનાસકાંઠા જીલ્લામા દારૂ ની હેરાફેરી ને રોકવા માટે પોલીસ દ્વારા સધન વાહન  ચેકિંગ ઝુંબેશ હાથ ધરવા મા આવી છે જેમા આજે પાલનપુર પશ્ચિમ પોલીસની ટીમે રાજસ્થાન પરિવહન નિગમની એક એસ.ટી બસ અને એક ખાનગી  લક્ઝરી બસ માથી રૂ ૩.૬૮.૪૨૦ની કિમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્‌યો છે. અને દારૂ ની હેરાફેરી કરતા પાંચ શખ્સોની અટકાયત કરી કુલ રૂ.૧૩.૭૯ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે.
 
રાજસ્થાન માથી મોટાપાયે ગુજરાત મા વિદેશી દારૂ ની ઘુસણખોરી કરાતી હોય છે ત્યારે લોકસભાની ચુંટણી ને લઇ જીલ્લા પોલીસ તંત્ર દ્વારા રાજસ્થાન ને જોડતી સરહદો પર સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામા આવી છે. જેમા પાલનપુરના ખેમાણા નજીકથી ગતરોજ એક રાજસ્થાન પરિવહન નિગમની બસ માંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો. જે બાદ આજે પાલનપુરની જુની આરટીઓ કચેરી ખાતે શહેર પશ્ચિમ પોલીસની ચેકિંગ ઝુંબેશમા રાજસ્થાન તરફથી આવતી બાલાજી ટ્રાવેલ્સ ની તલાશી લેતા તેમાંથી રૂ ૧.૫૨.૫૨૦ ની કિંમત નો ૩૦૦ બોટલ વિદેશી દારૂ મળી આવતા ટ્રાવેલ્સ ના ચાલક સુરેન્દ્રસિહ જગમાલસિહ શેખાવત. કલીનર પુરણમલ ગોદુરામ ચોધરી અને બિનદયાલ રામકરણ ચોધરી નામના ત્રણ શખ્સોની અટકાયત કરવા મા આવી હતી. તેમજ દારૂ અને ટ્રાવેલ્સ મળી ને કુલ રૂ ૧૧.૬૩ ૫૨૦ નો મુદ્દામાલ કબ્જે કરવામા આવ્યો હતો.  
 
જ્યારે બીજા એક બનાવમા પોલીસના ચેકીંગ દરમ્યાન રાજસ્થાન તરફથી આવતી રાજસ્થાન પરિવહન નિગમની એક બસ ની તલાશી લેતા બસમા સવાર રામકિશોર મુન્નાપ્રસાદ મીસાદ અને અજીત દલજીત ભાઇ નાઇ નામના મુસાફરો પાસે થી રૂ ૨.૧૫.૯૦૦ ની કિંમત નો ૫૩૩ બોટલ વિદેશી દારૂ મળી આવતા આ બન્ને શખ્સોની દારૂ સાથે  અટકાયત કરવામા આવી હતી અને બન્ને બનાવ મા કુલ રૂ.૧૩.૯૨.૨૫૯નો મુદ્દામાલ જપ્ત કરી પાંચ આરોપીઓ વિરુદ્ધ પશ્ચિમ પોલીસ મથકે પ્રોહીબીશન એકટ મુજબ કાર્યવાહી કરવામા આવી હતી આમ પોલીસની વાહન ચેકીંગ ઝુંબેશમા રાજસ્થાન પરિવહન નિગમનીની બસો અને ખાનગી ટ્રાવેલ્સ મા કરાતી વિદેશી દારૂ ની હેરાફેરીનો પર્દાફાશ થતા બુટલેગરોમા ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.