02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / ગુજરાત / દિલ્હીથી પાલનપુર વચ્ચે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરનો પ્રથમ તબક્કો માર્ચ 2020 સુધીમાં શરૂ કરાશે

દિલ્હીથી પાલનપુર વચ્ચે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરનો પ્રથમ તબક્કો માર્ચ 2020 સુધીમાં શરૂ કરાશે   31/07/2019

દેશમાં ગૂડ્સ ટ્રેનોના ઝડપી સંચાલન માટે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર (ડીએફસી) તૈયાર કરાઈ રહ્યું છે. ત્યારે ગુજરાતમાંથી પસાર થઈ રહેલી વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરની કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટે રાજ્ય સરકારે રેલવેને પૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી છે.ગુજરાતમાં ચાલી રહેલા વિવિધ રેલવે પ્રોજેક્ટ્સની સમીક્ષા કરવા મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં ચીફ સેક્રેટરી અને રેલવે બોર્ડના ચેરમેન પણ જોડાયા હતા. જેના પગલે દિલ્હી નજીક દાદરીથી મુંબઈ જવાહરલાલ નેહરુ પોર્ટ સુધી ડીએફસીની કામગીરી ડિસેમ્બર 2021 સુધીમાં પૂર્ણ કરવાની સાથે ડીએફસીનો પ્રથમ તબક્કો માર્ચ 2020 સુધીમાં શરૂ કરાશે.જેમાં દિલ્હીથી પાલનપુર માર્ચ 2020 અને મુંબઈ સુધી ડિસે. 2021 માં ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર શરૂ કરાશે. 

Tags :