02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / ગુજરાત / ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે ફરી બનાસકાઠાંમાં

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે ફરી બનાસકાઠાંમાં   28/10/2018

 
 
પાલનપુર
ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસ ૩૧ મી ઓક્ટોબરે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લોકાર્પણ થનાર છે અને આ પ્રતિમાના લોકાર્પણ પૂર્વે ગુજરાત સરકાર દ્વારા આયોજિત એકતા યાત્રાના પગલે રાજ્યભરમાં સામાજિક એકતાનો માહોલ પણ ખૂબ મજબૂત બની ગયો છે.ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમના એકદમ વ્યસ્ત શિડ્‌યુલમાંથી પણ સમય કાઢી આજે રવિવારે બનાસકાંઠાની મુલાકાતે આવી રહ્યા છે. આજે ૨૮ ઓકટોબરને રવિવારે સવારે દશ વાગે મુખ્યમંત્રી વિજય ભાઇ રૂપાણી બનાસકાંઠાના પાલનપુર તાલુકાના માલણ ગામે શ્રીમતી એન.સી. શાહ અને શ્રી એમ.એ.સોની પ્રાથમિક શાળાની નવી ઇમારતનું લોકાર્પણ કરશે. માલણ ગામની પ્રાથમિક શાળાની સ્થાપના પહેલી ઓગસ્ટ, ૧૮૭૨ ના રોજ થઈ હતી. જોકે આ શાળાનું મકાન જર્જરીત થઈ જતા શાળાના તત્કાલીન આચાર્ય નૈનેષભાઇ દવેએ દાતા વસંતભાઇ શાહ સમક્ષ શાળાના નવીનીકરણ માટે  પ્રસ્તાવ મુકતાં દાતાઓએ આ પ્રસ્તાવ સ્વીકારી લઈ સવા બે કરોડ રૂપિયા ખર્ચે શાળાનું રિનોવેશન કરાવી  અધતન અને સુવિધાસભર નવી ઇમારતનું નિર્માણ કરાવ્યુ છે અને આ નવી ઇમારતનું લોકાર્પણ કરવા ખુદ મુખ્યમંત્રી માલણ ગામે આવી રહ્યા છે. મુખ્યમંત્રીના આગમન પ્રસંગે માલણ ગામના લોકો સાથે બનાસવાસીઓમાં પણ હર્ષ અને આનંદની લાગણી જોવા મળી રહી છે. આવતીકાલ રવિવારે સવારે માલણ ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં  યોજાનાર આ લોકાર્પણ કાર્યક્રમમાં જંગી જનમેદની ઉમટી પડે તેવા અનુમાન સાથે આયોજકો દ્વારા સુંદર વ્યવસ્થા પણ કરી દેવાઈ છે.  

Tags :